લોકસત્તા ડેસ્ક
ઉંમર વધવાની સાથે માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં સ્કિન અને વાળ પર પણ તેની અસર થાય છે. ઘણાં લોકોને નાની ઉંમરમાં વાળ ખરવા, સફેદ થવાની સમસ્યા શરૂ થઈ જાય છે અને ઘણાં લોકોને તો ટાલ પણ પડી જાય છે. આપણી ખોટી લાઈફસ્ટાઈલ અને આદતો તેના પાછળનું એક કારણ હોઈ શકે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી વાળ વધુ ખરવા લાગે છે અને આગળ અને સાઈડમાંથી વાળ ઉડવા લાગે છે. જેથી આજે અમે તમને એવી ખાસ ટિપ્સ જણાવીશું, જેને અપનાવી લેવાથી તમારું હેરફોલ રોકાઈ જશે અને વાળ હેલ્ધી થશે. ચાલો જાણીએ.
પ્રોટીન માત્ર આપણાં સારાં સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ વાળ માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. આ જ કારણથી પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવું જરૂરી છે. જેમ કે, ઈંડા, ચિકન, પનીર વગેરેને ડાયટમાં સામેલ કરો.
વાળની લંબાઈ ઓછી રાખો
વાળને હેલ્ધી રાખવા માટે વાળને કપાવીને થોડાં નાના કરી દો. જો તમારા વાળ લાંબા છે અને પુષ્કળ ઉતરી રહ્યાં છે તો આ ટિપ્સ તમારા ખૂબ જ કામ લાગી છે.
સ્કેલ્પને હેલ્ધી રાખો
સ્કેલ્પ જેટલી હેલ્ધી હશે તમારા વાળ પણ એટલા જ હેલ્ધી રહેશે. જો તમારી સ્કેલ્પ સારી હશે તો વાળ ખરશે નહીં. જેથી વાળને મૂળથી મજબૂત રાખવા માટે સ્કેલ્પ હેલ્ધી રાખો. તેના માટે રેગ્યુલર હેર વોશ કરો અને ડેન્ડ્રફ થવા દેવું નહીં.
શેમ્પૂનો ઓછો ઉપયોગ
જો તમે વારંવાર શેમ્પૂથી હેર વોશ કરો છો તો સાવધાન થઈ જાઓ. તેનાથી તમારા વાળ મૂળથી નબળા થઈ જશે અને ખરવા લાગશે. જેથી સપ્તાહમાં માત્ર બેવાર જ હેરવોશ કરવા અને માઈલ્ડ શેમ્પૂનો પ્રયોગ કરવો.
તણાવથી બચો
વાળ ખરવાનું એક સૌથી મોટું કારણ તણાવ પણ છે. આજકાલ લોકોને અનેક પ્રકારના ટેન્શન હોય છે. જેની સીધી અસર વાળના સ્વાસ્થ્ય પર પડે છે અને વાળ ખરાબ થવા લાગે છે. જેથી શરીરમાં અનેક બીમારીઓ પણ પ્રવેશે છે. જેથી તણાવથી દૂર રહેવું.
વાળમાં માલિશ
વાળમાં રોજ માલિશ કરવાથી વાળની સમસ્યા દૂર થઈ શકે છે. વાળ મૂળથી મજબૂત થાય છે અને ખરતા અટકે છે. જેથી વાળમાં સપ્તાહમાં બેવાપ અવશ્ય માલિશ કરવી. માલિશ માટે નારિયેળનું પ્યોર તેલ ઉત્તમ છે.
આ વસ્તુઓ ખાઓ
વાળને હેલ્ધી રાખવા અને ખરતા રોકવા માટે એવોકાડો, નટ્સ, ઈંડા, બેરીઝ, પાલક, ફિશ, સીડ્સનું સેલન કરો. આનાથી વાળની સમસ્યાઓથી છુટકારો મળશે અને શરીરને પોષણ મળવાથી વાળ પણ હેલ્ધી રહેશે. આ વસ્તુઓમાં એવા તત્વ અને ન્યૂટ્રિઅન્ટ્સ રહેલા છે જે તમારા વાળ માટે ખૂબ જ લાભકારી છે.