ઇઝરાયેલ: ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લાહ પર દબાણ લાવવા માટે, ઇઝરાયલે લેબનોનમાં ૩૦૦ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ દાવો ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો છે. જાે કે હજુ સુધી લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી થયેલા હુમલા અંગે કોઈ માહિતી સામે આવી નથી.હુમલા અંગે માહિતી આપતા લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ તેના દક્ષિણી વિસ્તારના ગામો અને નગરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં તેના ૫૦ નાગરિકો માર્યા ગયા છે. આ સિવાય ૩૦૦ લોકો ઘાયલ થયા છે. આ લોકોમાં બાળકો, મહિલાઓ અને ઇમરજન્સી કામદારોનો સમાવેશ થાય છે. હાલમાં આ પ્રાથમિક આંકડો છે અને મૃત્યુઆંક વધી શકે છે. મંત્રાલયનું કહેવું છે કે માત્ર પ્રારંભિક સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં લેબનોનના દક્ષિણ વિસ્તાર ઉપરાંત પૂર્વોત્તર વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહ પર દબાણ લાવવા માટે આ હુમલા કર્યા છે. સેનાએ અગાઉથી હુમલાની જાહેરાત કરી દીધી હતી. મિલિટરી ચીફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીનું નિવેદન શેર કરતા તેમણે કહ્યું કે ઇઝરાયેલ લેબનોન પર વધુ હુમલા કરવા માટે તૈયાર છે.ગાઝા યુદ્ધની અસર સહન કરી રહેલા પશ્ચિમ એશિયામાં બીજા મોરચે હુમલાઓ અને વળતા હુમલાઓ તીવ્ર બન્યા છે. લેબનોન તરફી લેબનીઝ હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. બંનેએ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને અવગણીને એકબીજાની સરહદ પર હુમલા વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહની કમર તોડી નાખવા માટે કટિબદ્ધ છે,