દેવગઢબારીયા નગરમાં આન બાન અને શાન સાથે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. નગરમા નાની મોટીે ૬૦ થી ૭૦ જેટલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતીદેવગઢબારીયા નગરમા ગણેશ ચતુર્થી નગર આખુ ભક્તિ મય બન્યું હતુ નગરના અનેક વિસ્તારમાં નાની મોટી ૮૦ જેટલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી હતી. ભક્તો દ્વારા અલગ અલગ થીમ થી સ્થાપના કરવામા આવી હતી નગરમાં છેલ્લા દસ દિવસ આતીથ્ય માણતા શ્રીજીની ભક્તિ મય રીતે વિસર્જન હાથ ધરવામાં આવ્યુ હતુ. નગરના અલગ અલગ વિસ્તારમાં ભવ્ય ઢોલ નગારા સાથે ગુલાલની છોળો વચ્ચે ફટાકડાનાની આતસ બાજી સાથે આનબાન સાથે શ્રીજીની પ્રતિમાનું ધામધૂમ પૂર્વક નગરના માન સરોવરમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.