દિલ્હી-
ભારતમાં નફરત ફેલાવવાના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાયકે ફરી એકવાર ઝેરી નિવેદન આપ્યું છે. ઝાકિર નાયકે મુસ્લિમ દેશોને ભારતના એવા બિન-મુસ્લિમોને કેદ કરવાની હાકલ કરી છે જેઓ તેમના દેશમાં આવે ત્યારે પ્રોફેટ મોહમ્મદની ટીકા કરે છે. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો જે પ્રોફેટની ટીકા કરે છે તે ભાજપના ભક્તો છે.
જાકીર નાયકે સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા સહિતના મુસ્લિમ દેશોને આવા ભારતીય લોકોનો ડેટાબેસ બનાવવાનો આહ્વાન કર્યો હતો જેથી તેઓ ઇસ્લામિક દેશોની મુસાફરી કરે ત્યારે તેમની ધરપકડ કરી શકાય. તેમણે કહ્યું કે ઇસ્લામિક દેશોએ બિન મુસ્લિમ ભારતીયોની તમામ નકારાત્મક ટિપ્પણીઓ અને દુરૂપયોગનો ડેટાબેસ બનાવવો જોઈએ અને તેને કમ્પ્યુટરમા કરવો જોઈએ.
ઝાકિર નાયકે કહ્યું, 'આગલી વખતે આ લોકો અખાતના દેશોમાં આવે છે કે પછી તે કુવૈત છે, સાઉદી અરેબિયા છે કે ઇન્ડોનેશિયા છે, તેમને તપાસો અને જાણો કે તેઓએ ઇસ્લામ અથવા પયગમ્બર વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે કે નહીં. જો તેઓએ આવું કર્યું હોય, તો પછી તેમની સામે કેસ દાખલ કરો અને તેમને જેલમાં મુકો. જાહેરમાં ઘોષણા કરો કે અમારી પાસે ડેટાબેસ છે અને તે નામોને સાર્વજનિક કરશો નહીં. આ લોકો આવતાની સાથે જ તેમની ધરપકડ કરો.
મલેશિયામાં રહેતા નાઇકે કહ્યું કે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલમાં મૂકવા જોઈએ. મારો વિશ્વાસ કરો, મોટા ભાગના લોકો ભાજપના ભક્તો છે અને ઇસ્લામ અને મુસ્લિમો સામે ઝેર ફેલાવી રહ્યા છે અને આ તેમને ડરાવી દેશે. .