ઈરાક-
વિશ્વમાં દિવસેને દિવસે આતંકવાદી વધુ મજબૂત થઈ રહ્યા છે ત્યારે ISIS દ્વારા ઈરાકનાં ઉત્તરી ભાગમાં સ્થિત કિરકૂકની એક ચેક પોઈન્ટ કર હુમલો કરવામાં આવ્યો છે જેમાં ઓછામાં ઓછા ૧૩ પોલીસકર્મીઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે ISIS ના આતંકવાદીઓ સતત ઈરાકની પોલીસ અને સેનાને નિશાને લઈ રહ્યા છે પરંતુ આ હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હુમલો કિરકુક શહેરની દક્ષિણે અલ-રશાદ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. અધિકારીએ વધુમાં કહ્યું કે “ISIS ના સભ્યોએ ફેડરલ પોલીસ ચોકીને નિશાન બનાવી છે. જેમાં ૧૩ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે.'' જાે કે, ખુદ ISIS એ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી. નોંધનીય છે કે તાજેતરમાં, ISIS ના હુમલામાં અચાનક વધારો થયો છે.