લોકસત્તા ડેસ્ક
બટેટા અને ડુંગળી ખાસ કરીને દરેક ખાવાની આઈટમાં મહત્વનો ભાગ હોય છે. તેના ઉપયોગથી ખાવાનાનો સ્વાદ વધે છે. કેટલીક વખત આપણને શાક શું બનાવવું તે પ્રશ્ન ઉભો થાય તો બટેટા અને ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને સુરક્ષિત કેવી રીતે રાખવા જોઇએ. ઘણી વખત બટેટા કે ડુંગળી પડી રહે છે તો તે ઉગી નીકળે છે. તો આવો તેને સાચવવાની ટિપ્સ જાણીશું.
– બટેટા અને ડુંગળીને ઉગી નીકળવાથી બચાવવા માટે આ બંનેને એક કાગળમાં રાખો.
– બને ત્યાં સુધી બટેટા ઉગી ન જાય તે માટે જો લાંબો સમય સુધી સંગ્રહ કરવા હોય તો અંધારામાં અને ઠંડી જગ્યા પર જ રાખો. જોકે એ બાબતનું ધ્યાન રાખવું કે આ જગ્યા ભેજવાળી ન હોવી જોઈએ. સુક્કી જગ્યાએ જ રાખવું જોઈએ.
– માર્કેટમાંતી જે બટેટા લઈ આવો તે જો ઉપરથી ઉપરથી ભેજયુક્ત કે ભીના હોય તો તેને બરાબર લૂંછી લો. જો બટેટમાં ભેજ હશે તો તેના મૂળીયા જરુર બહાર ઉગશે.
– તમે ઘરે એકસાથે બટેટા અને ડુંગળી ખરીદી લેતા હોવ તો તેની ઉગી નીકળવાની સમસ્યા રહે છે. તેવા સમયે બટેટા અને ડુંગળીને એક સુતરાઉ કાપડ કે બેગમાં રાખી શકો છો. આમ કરવાથી તેની ઉગી નકળવાની શક્યતા ઓછી થઈ જશે.
– ઘરમાં બટેટા અને ડુંગળી ઉગી નીકળવા પાછળ બીજુ એક કારણ એ છે કે તમે તેને કઈ જગ્યાએ સંગ્રહ કરો છો. જો ઘરમાં ગરમ જગ્યા પર બટેટા કે ડુંગળી સ્ટોર કરવાથી તે અંકુરિત થવા લાગે છે એટલે કે ઉગવા લાગે છે. તેથી હંમેશા બટેટા કે ડુંગળીનો સંગ્રહ ઠંડી અને સુકી જગ્યા પર કરો. જોકે તને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.
–ડુંગળીને જો બંધ જગ્યામાં કે પછી હવાની અવર જવર ન હોય તેવી જગ્યાએ રાખશો તો તેના પર ફુગ વળી જશે. ઘણીવાર ઘરે આ રીતે પડેલી ડુંગળીમાં કાળા રંગની ફુગ વળે છે તો ક્યારે વાસ પણ આવવા લાગે છે. માટે ડુંગળીને હવા વાળી જગ્યા પર જ રાખો જેથી ફુગ ન વળે.
– સામાન્ય રીતે બટેટા અને ડુંગળી અન્ય શાકભાજી અને ફળોથી દૂર રાખવા જોઇએ. જેથી તેમના ઉગી જવાની સમસ્યા ન રહે. અન્ય શાકભાજી સાથે રાખવાથી તેમની પરસ્પરની ગરમથી આ બંને તરત જ અંકુરીત થવા લાગે છે. આ ઉપરાંત તેમના અંકુરીત થવાથી અન્ય શાકભાજી પણ ગરમીના કારણે જલ્દી બગડવા લાગે છે.
– ઘણા લોકો ઘરે બટેટા અને ડુંગળી બંને એક જ જગ્યાએ પેક કરીને રાખી દે છે. પરંતુ આમ રાખવા જોઈએ નહીં. કારણ કે ડુંગળીની ગરમથી બટેટા અંકુરીત થવા લાગે છે અને ભેજ છોડે છે. જે ભેજના કારણે ડુંગળી પર ફુગ વળે છે અને વાસ આવવા લાગે છે. તેથી ઘરે બટેટા અને ડુંગળી બન્ને સાથે પણ ન રાખવા જોઇએ.