જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, સુખ અને સૌંદર્યનો ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર મજબુત હોય છે તેને તમામ ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. જેમનો શુક્ર નબળો હોય છે તેમને ભૌતિક સુખની ઓછપ રહે છે. તેમને ધનની સમસ્યા રહે છે તેથી જ અમે આપનાં માટે લાલ કિતાબમાંથી શુક્ર ગ્રહને મજબુત કરતા એલચીના ઉપાય લઇને આવ્યા છીએ. જેનાંથી શુક્ર ગ્રહ મજબૂત થશે અને ઘરમાં ક્યારેય ધનની કમી નહીં સર્જાય.
-સૌ પ્રથમ જાણી લો કે આ પ્રયોગ શુક્રવારનાં રોજ કરવો. એક મોટી એલચી લો. એલચીના કેટલાક દાણાઓને પાણીમાં નાખીને ઉકાળો, જ્યારે પાણી ઉકળીને અડધુ થઈ જાય ત્યારે આ પાણીથી સ્નાન કરો, આનાથી શુક્ર મજબુત થશે. ધન, સુખ શાંતિની પ્રાપ્તી થશે.
-જો નકોરીની સમસ્યા હોય તો સારી નોકરી મેળવવા માટે ત્રણ ગુરૂવાર સુધી પીપળાના ઝાડની નીચે પીપળાના પાન પર એલચી અને મીઠાઈ મુકવાથી ત્વરિત પરિણામ મળશે. ધ્યાન રાખવું કે, આ ઉપાય કરવા જાઓ ત્યારે રસ્તામાં કોઈ સાથે વાત ન કરવી અને ઘરે આવી હાથ પગ ધોયા પછી જ ઘરમાં કોઇ સાથે વાતચીત કરવી.
-શીઘ્ર લગ્ન માટે પણ એલચીનો ટુચકો અજમાવવામાં આવે છે. આ માટે કોઇપણ મહિનાનાં સુદ પક્ષનાં પ્રથમ ગુરૂવારે સાંજે કૃષ્ણ મંદિરમાં જઈને પાંચ એલચી પાંચ મીઠાઈ સાથે ધરાવો. જો લગ્નમાં મોડું થતુ હોય તો આ ઉપાયથી શીઘ્ર લગ્નના યોગ થશે.
- જો તમારા ખિસ્સામાં પૈસા ટકતા નથી તો શુક્રવારે તમારા પર્સમાં પાંચ એલચીના દાણા બીજા શુક્રવાર સુધી રાખો. બીજા શુક્રવારે તે એલચી પીપળાના ઝાડે મુકી ફરી નવી એલચી પર્સમાં રાખો.
- જો તમારા ખિસ્સામાં પૈસા ટકતા નથી તો શુક્રવારે તમારા પર્સમાં પાંચ એલચીના દાણા બીજા શુક્રવાર સુધી રાખો. બીજા શુક્રવારે તે એલચી પીપળાના ઝાડે મુકી ફરી નવી એલચી પર્સમાં રાખો.