મુંબઈ,
વર્ષ ૨૦૨૧ શરૂ થતાંની સાથે જ અનેક હસ્તીઓ લગ્ન જીવન ની શરૂઆત કરી રહ્યા છે. દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું સાંભળવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પછી આપણે બીજું ભવ્ય લગ્ન જોવા મળી શકીએ. હા અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયની જે દુબઈના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી શકે છે. મૌની રોય ઘણાં સમયથી સૂરજ નામ્બિઅર સાથે ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આપણે ટૂંક સમયમાં મૌની રોયને દુલ્હનના અવતારમાં જોઈ શકીશું.
મૌની રોયે લાંબા સમય સુધી તેના બોયફ્રેન્ડ સૂરજ નમ્બિયાર સાથેના સંબંધોને ગુપ્ત રાખ્યો હતો. પરંતુ ૨૦૨૦ ના ઓગસ્ટ મહિનામાં મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડ સાથે હાજર જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૌની રોયના સંબંધોને તેના પરિવારજનો પણ સ્વીકારે છે. મૌની રોયની માતા થોડા દિવસો પહેલા સુરજના પરિવારને મળી છે. આ બેઠક મંદિરા બેદીના ઘરે મળી હતી, જે મૌની રોયની નજીકની મિત્ર છે.
તેની કારકિર્દીની શરૂઆતમાં મૌની રોયનું નામ ટીવી ઉદ્યોગના ઘણા કલાકારો સાથે જોડાયેલું હતું. ટીવી શો દેવોને દેવ મહાદેવના અભિનેતા મોહિત રૈના સાથેના તેના સંબંધો વિશે ઘણા સમાચાર આવ્યા હતા. આ સિવાય અભિનેતા ગૌરવ ચોપડા ફિલ્મ બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જી સાથેના તેના સંબંધો વિશે પણ સમાચાર હતા.