આયર્ન મેન હવે વિલન બનશે, માર્વેલ ફૅન્સને મોટો આંચકો

માર્વેલ ફૅન્સ ઘણા સમયથી તેમના ફેવરિટ આયર્નમેનને યાદ કરતાં હતાં અને તે ફરી માર્વેલની દુનિયામાં પાછો ફરે તેની રાહ જાેતાં હતાં. ત્યારે હવે આયર્ન મેન બનતાં રોબર્ટ ડાઉની જુનિયરે શનિવારે સેન ડિઆગોના કોમિકોન હોલમાં જાહેર કર્યુ છે કે તે માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં પાછો ફરી રહ્યો છે. આ જાહેરત બાદ માર્વેલ ફૅન્સ ખુશ થવાની સાથે આશ્ચર્યચકિત અને અચંબિત વધુ થયા છે, કારણ કે આ વખતે તે આયર્નમેન તરીકે નહીં પરંતુ માર્વેલની દુનિયાના સૌથી જાણીતા વિલન ડૉ.ડૂમ તરીકે પાછો ફરવાનો છે. કોમિકોનની ઇવેન્ટમાં હૂડ પહેરેલાં ફિગર્સથી ભરેલી પેનલ હતી, જેમાં સૌથી કુખ્યાત કોમિક બૂક વિલન, સોર્સરી અને સાયન્સ માટે જાણીતો વિક્ટર વોન ડૂમ પણ હતો. આ રહસ્યમય સેટઅપમાંથી એક ફિગરમાંથી ડાઉની જુનિયર અચાનક પોતાનું હૂડ અને માસ્ક હટાવીને પ્રગટ થયો હતો, જેનાથી તેના ફૅન્સ અતિશય આનંદિત અને ઉત્સાહિત થઈ ગયા હતા. લોકોએ જ્યારે આયર્નમેનના નામના નારા લગાવવા શરૂ કર્યા ત્યારે જવાબમાં તેમણે કહ્યું,“નવું માસ્ક. જૂનું જ કામ. હું તમને શું કહું? મને અઘરા પાત્રો કરવા ગમે છે.” રૂસો બ્રધર્સે પણ રોબર્ટ ડાઉની જુનિયર પાછા ફરે છે તે અંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યાે હતો અને ભારપૂર્વક કહ્યું કે અમારી પાસે “નવું માસ્ક” હોઈ શકે છે પણ તેનું લક્ષ્ય તો જે હતું એ જ રહેશે, માર્વેલ ટીમ અને તેની સાથે સંકળાયેલાં બધાં જે ફિલ્મના દર્શકો માટે શક્ય તેટલો મહાન અનુભવ સર્જી શકે. આમ માર્વેલ ફૅન્સમાં નવા તબક્કાની ફિલ્મો માટે ખૂબ ઉત્સાહ છે. તેઓ આ નવા પાત્રોના યુદ્ધ અને અઘરા પાત્રોની ઉત્સુકતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે. જે માર્વેલ ફેન્સ દ્વારા એક્સ પર શેર કરવામાં આવેલી પોસ્ટ પર જાેઈ શકાય છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે ડાઉની જુનિયરે ૨૦મી સેન્ચુરીની ફોક્સની ‘ફેન્ટાસ્ટિક ફોર’ માટે તે ટોની સ્ટાર્ક એટલે કે આયર્નમેન બન્યો તે પહેલાં ડોક્ટર ડૂમના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution