ઈન્ડિયન રેલવેનો IPO આજથી ભરી શકાશે, કિંમત જાણવા ક્લિક કરો

મુંબઈ-

શેરબજારમાં કેટલાંક આઈપીઓ તેના રોકાણકારોને માટે સોનાની લગડી પૂરવાર થાય છે. આ આઈપીઓ ભર્યા પછી જો લાગે તો તેના પહેલા દિવસે જ રોકાણકાર ન્યાલ થઈ ગયા હોવાના અનેક કિસ્સાઓ છે. જે આઈપીઓમાં સરકાર પોતે રોકાણ કરીને ભાગ લે છે, એવા આઈપીઓમાં એક આજે એટલે કે 18મી જાન્યુઆરીને સોમવારે ખૂલી રહ્યો છે. 

ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી)ની પ્રારંભિક પબ્લિક ઓફર (આઇપીઓ) આજે એટલે કે 18 જાન્યુઆરીએ જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આઇપીઓમાં સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે. કંપની આ આઈપીઓ મારફતે 4,600 કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએમ)ના સેક્રેટરી તુહીન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, આઇઆરએફસી 4,600 કરોડ રૂપિયાથી વધુનો આઈપીઓ લાવી રહી છે. કોઈ પણ રેલવે નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તરફથી લાવવામાં આ પહેલો આઈપીઓ છે. આઈઆરએફસીએ આ આઈપીઓ માટે 25-26 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે. 575 શેર્સ છે. એટલે કે લોઅર પ્રાઇસ બેન્ડનું ઓછામાં ઓછું 14,375 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. 

ઇશ્યૂ 178.20 કરોડ શેર્સ છે. 118.80 કરોડ નવા શેર્સ જારી કરવામાં આવશે. સરકાર વેચાણ માટે ઓફર મારફતે 59.40 કરોડ શેર્સ વેચશે. ત્યારબાદ  આઇઆરએફસીમાં સરકારનો હિસ્સો અગાઉના 100 ટકાની સરખામણીમાં ઘટીને 86.4 ટકા થઈ જશે. 

આઈઆરએફસીએ શુક્રવારે તેના આઈપીઓ પહેલાં એન્કર રોકાણકારો પાસેથી લગભગ 1,398 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કુલ 31 એન્કર રોકાણકારોને 26 રૂપિયા પ્રતિ શેરના દરે 3, 34563007 ઇક્વિટી શેર્સ જારી કરવામાં આવ્યા હતા. આ એન્કર રોકાણકારોમાં એચડીએફસી ટ્રસ્ટી કંપની લિમિટેડ, નિપ્પોન લાઇફ ઇન્ડિયા ટ્રસ્ટી લિમિટેડ, સિંગાપોર સરકાર, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ફંડ, કોટક મહિન્દ્રા (ઇન્ટરનેશનલ) લિમિટેડ, ગોલ્ડમેન સેક્સ (સિંગાપોર) પીટીઈ અને ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ, 2007માં પાંચ રેલવે કંપનીઓના લિસ્ટિંગને મંજૂરી આપી હતી. આ ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ, રાઇટ્સ લિમિટેડ, રેલ વિકાસ નિગમ લિમિટેડ અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની યાદી આપી ચૂકી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution