તહેરાન:ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ફરી એકવાર લેબનોનના હિઝબુલ્લા જૂથને ઈસ્લામિક રિપબ્લિકના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે અને પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહીની નિંદા કરી છે.
ઇરાન હિઝબોલ્લાહને નાણાકીય અને લશ્કરી સહાય પૂરી પાડે છે, જે લેબનીઝ ગૃહ યુદ્ધ દરમિયાન ૧૯૮૨ માં કટ્ટર દુશ્મન ઇઝરાયેલ દ્વારા બેરૂત પર કબજાે કર્યા પછી ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની પહેલ પર બનાવવામાં આવ્યો હતો.
ઇરાનમાં ૧૯ મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મૃત્યુ પછી યોજાયેલી ચૂંટણીના બીજા તબક્કામાં, સુધારાવાદી નેતા અને દેશમાં કડક હિજાબ કાયદામાં થોડી છૂટછાટના સમર્થક મસૂદ પેઝેશ્કિયન (૬૯)એ જીત મેળવી છે. . તેમને હરીફ કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને હરાવીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પેજેશકિયનને ૧૬.૩ મિલિયન વોટ મળ્યા જ્યારે જલીલીને ૧૩.૫ મિલિયન વોટ મળ્યા. મસૂદને મળેલા ૧ કરોડ ૬૩ લાખ વોટમાંથી ૫૦ ટકા વોટ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મસૂદ પેજેશ્કિયનને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું અમારા લોકો અને પ્રદેશના લાભ માટે અમારા ઉષ્માભર્યા અને લાંબા ગાળાના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા તમારી સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું.”
મસૂદ પજેશ્કિયાને ચૂંટણી પહેલા પણ રાજકીય ભાષણો દરમિયાન હિજાબ વિરુદ્ધ ઘણી વખત વાત કરી હતી. તેમણે ઘણી વખત કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના કટ્ટરવાદની વિરુદ્ધ છે, જે સંસ્કૃતિના નામે બનેલા કાયદાઓ સાથે કડક રીતે વ્યવહાર કરે છે. હિજાબનો ફરજિયાત ઉપયોગ પણ આ કાયદા હેઠળ આવે છે, જે ઈરાનમાં ૧૯૭૯માં ઈસ્લામિક ક્રાંતિ પછી અમલમાં આવ્યો હતો. પેજેશકિયને કહ્યું કે, તેઓ આ કાયદાની કડકતાના વિરોધમાં છે.