ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયલ ઉપર હુમલા માટે યોજના તૈયાર કરી

વોશિંગ્ટન: ચાલીસ વર્ષ પહેલા ઈરાન અને ઈરાક વચ્ચે દુશ્મની હતી. આજે હવે તેઓ ઈઝરાયેલ સામે લડવા માટે એકજૂથ થઈ ગયા છે. બધુ મળીને મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ થઈ રહી છે. ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું છે. ઈરાનના પ્લાનિંગ સાથે અમેરિકા પણ હવે તૈયાર છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ ેંજીજી અબ્રાહમ રવાના કર્યું છે. જેની સાથે જ વધારાની સૈન્ય મદદ પણ અમેરિકા મોકલી રહ્યું છે.

ઈઝરાયેલ સાથે યુદ્ધનો જે પ્લાન ડિકોડ થયો છે તેમાં ઈઝરાયેલને ઘરમાં ઘૂસીને મારવાનું પ્લાનિંગ છે. તેની તબક્કાવાર તૈયારી કરાઈ છે. એવું લાગે છે કે હમાસે જે રીતે ઈઝરાયેલને ક્યારેય ન ભૂલી શકાય તેવું દર્દ આપ્યું હતું. હવે યહુદી દેશ સાથે કઈક એવું જ દોહરાવવાની તૈયારી થઈ રહી છે.

ઈરાન સમર્થિત લેબનોનના કટ્ટરપંથી સંગઠન હિજબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહે પોતાના મિલેટ્રી ચીફના માર્યા ગયા બાદથી કત્લેઆમ મચાવવા માટે ઈઝરાયેલ પર સેંકડો રોકેટ છોડ્યા છે. હિજબુલ્લાહે ઈઝરાયેલને ખુલ્લી ધમકી આપી છે. નસરલ્લાહે કહ્યું કે હિજબુલ્લાહના મિલેટ્રી ચીફ ફુઆદ શુકરને મારીને ઈઝરાયેલે હદ પાર કરી દીધી છે અને તેણે ગાઝાનું સમર્થન કરનારા તમામ મોરચાના ગુસ્સા માટે તૈયાર રહેવું જાેઈએ. જંગ નવા દોરમાં પ્રવેશી ચૂકી છે અને આવનારા દિવસોમાં ઈઝરાયેલને રોવડાવીશું. આ સિવાય ઈરાને ઈસ્લામિક સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવી છે. હાનિયા હત્યાકાંડ બાદ ઈરાને મોટો ર્નિણય લેતા ર્ંૈંઝ્ર ની બેઠકમાં હત્યાનો મુદ્દો ઉઠાવવાનો ર્નિણય લીધો છે. ઈરાન આ વખતે આર યા પારની લડાઈના મૂડમાં છે. આવામાં સમગ્ર મિડલ ઈસ્ટની બરબાદીનું જાેખમ વધી ગયું છે. ફેઝ ૧માં સૌથી પહેલા ઈરાકી ઁસ્હ્લ લેબનોન તરફ આગળ વધશે. ફેઝ ૨માં ઈરાકી ઁસ્હ્લ હિજબુલ્લાહ સાથે ભળી જશે. સેનાની સંખ્યા લગભગ ૩ થી ૪ લાખ થઈ જશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution