આઈઓસી ૨૪ હજાર કરોડના રોકાણ સાથે વડોદરામાં ૬ પ્રોજેક્ટ્‌સ સ્થાપશે

ગાંધીનગર : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા રૂ. ર૪ હજાર કરોડના રોકાણોના ૬ (છ) પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ અંગે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ઉપર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ આઇ.ઓ.સી.એલ.ના ચેરમેન એસ.એમ.વૈદ્યએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.

ગુજરાતમાં કુલ રૂ. ર૪ હજાર કરોડ (એટલે કે ૩.૩ બિલીયન યુ.એસ. ડોલર્સ)ના રોકાણોના છ પ્રોજેકટસ વડોદરામાં શરૂ થવાના છે. આ પ્રોજેકટસમાં for KAhSPL at JR & Dumad, Shifting of LAB TTL Facility in Dumad, New Flare at JR and Hydrogen dispensing facilityનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પારદર્શી પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ અને ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોના મહામારીના કપરા કાળ છતાં સતત ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ એફડીઆઇ મેળવનારા રાજય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. આઇ.ઓ.સી.એલ દ્વારા થનારૂં આ રોકાણ આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ અવસરે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે, તેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે અપનાવેલા નવતર આયોજનો છે. તેમજ આ પ્રોજેકટસના ખાતમૂર્હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઝડપથી સંપન્ન કરાવીને પ્રોજેકટસ સમયસર પૂર્ણ કરાશે, તેમ પણ જણાવ્યું હતું. તેમણે કોરોના-કોવિડ મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડયો અને કોવિડ-૧૯માં જે હેલ્થ મેનેજમેન્ટ કર્યુ તે માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution