રામમંદિર શિલાન્યાસમાં BAPSના મંહત સ્વામી સહિત ગુજરાતના 7 સંતોને આમંત્રણ

અમદાવાદ-

રામમંદિરના તૈયારીઓ તડામાર ચાલી રહી છે આખા દેશમાંથી પવિત્ર માટી અને જળ અયોધ્યા ભુમિ પૂજન માટે મોકવામાં આવી રહ્યા છે પંરતુ મહત્વની વાત એ છે કે આ ભુમિપૂજનમાં કોણ કોણ સામેલ રહેશે, કોણ આ ઐતહાસિક ક્ષણનો સાક્ષી બનશે.

કોરોના મહામારીને કારણે રામમદિંરનુ જેવુ ભવ્ય ભૂમિપૂજન સંતો-મંહતોએ વિચાર્યુ હતુ તે રીતે તો નહી થાય અને એટલા મહાનુભાવ પણ વિધીમાં સામેલ નહી થાય પરંતુ ગુજરાતના BAPSના મહંત સ્વામી સહિત 7 સંતોને પૂજનનુ આંમત્રણ મળ્યુ છે.BAPS સંપ્રદાયમાં મંહત સ્વામી ઘણા પૂજનીય છે તેથી એમેને આંમત્રણ મળતા BAPS સંપ્રદાયમાં ખુશી છવાઇ હતી.

ભારતભરમાંથી સાધુ સંતો અયોધ્યા પહોચવાના છે ત્યારે 3 તારીખથી વિવિધ ધાર્મિક કાર્યા પણ શરુ કરવામાં આવશે. 3 તારીખથી અનુષ્ઠાન કરી રામ પાઠ કરવામાં આવશે જે 4 તારીખે પુર્ણ થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution