વડોદરા, તા.૧૮
ગુજરાત વિધાનસભામાં વહેલી તકે લવજેહાદ વિરુદ્ધનો કાયદો પસાર કરીને તેનો અમલ કરવાની માગ સાથે ભારત બચાવો મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર
આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલમાં દેશમાં વારંવાર વિધર્મીઓ દ્વારા ષડ્યંત્ર રચી હિન્દુ નામ ધારણ કરી પોતાની સાચી ઓળખ છૂપાવી હિન્દુ યુવતીઓ, સ્ત્રીઓ તેમજ સગીર વયની દીકરીઓને પટાવી-ફોસલાવી, ધાકધમકી આપી બ્લેક મેઈલિંગ કરી તેઓની ટ્રીક ફોટોગ્રાફી કરી તેઓને પોતાના ષડ્યંત્રમાં ફસાવીને તેમની સાથે શારીરિક દુર્વ્યવહાર કરી, શોષણ કરી, બળાત્કાર કરી તેમજ જાે તેઓ તેમની માગણીઓનો અસ્વીકાર કરે કે તેનો વિરોધ કરે તો તેમની હત્યા સુધીના બનાવો નોંધાયા છે. ત્યારે આ તમામ ગેરકાનૂની કૃત્યોને અટકાવવા માટે તેમજ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને ફાંસીની સજા કરવામાં આવે તેમ કરી બહેન-બેટીઓનું રક્ષણ કરવા કાયદાના હાથ મજબૂત કરવા લવજેહાદ વિરુદ્ધન સખ્ત કાયદો બનાવવાની માગણી કરી હતી.