ગાંધીનગર-
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને પૂજનીય ગણવામાં આવી છે. દરેક ક્ષેત્રે મહિલાઓ ભાગીદાર બને છે. આ સાથે જ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અલગ બનાવવામાં આવ્યો છે. તાજતેર માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં 50 % થી વધારે મહિલાની જીત થઈ છે.આંગણવાડીમાં કામકર્તા બહેનો પગાર મોડા થતા હતા હવે પગાર ( DBT ) સીધા ખાતા માં જમા થશે.ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.અનેક મહિલા ઉતકર્ષ ની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે.