અમેરીકામાં રાષ્ટ્રીય દેવા પર વ્યાજની ચૂકવણી એક ટ્રિલિયન ડોલરથી વધી ગઈ


અમેરિકામાં હાલમાં કમરતોડ મોંઘવારી છે અને લોકો તેનાથી તોબા પોકારી ગયા છે. તેવામાં બેરોજગારી અને ઈન્ફ્લેશનના ડેટા પણ ચિંતાજનક આવ્યા છે. જેના કારણે જાણીતી ફાઈનાન્સિયલ ફર્મ જેપી મોર્ગન ચેઝના સીઈઓએ ચેતવણી આપી છે કે અમેરિકામાં મંદી કરતાં પણ વધારે ખરાબ સમય આવી શકે છે. તેમનું કહેવું છે કે અમેરિકામાં સ્ટેગફ્લેશન આવી શકે છે.

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ભલે ઈલીગલ ઈમિગ્રેશન સૌથી મોટો મુદ્દો રહ્યો હોય પરંતુ મોંઘવારી અને રોજગારી જેવા મુદ્દાઓ પણ અગત્યના છે. હાલમાં પ્રમુખ પદના બંને ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ મોંઘવારી મુદ્દે બોલી રહ્યા છે. અમેરિકામાં બેરોજગારીનો દર પણ ચિંતાનો વિષય બન્યો છે અને છેલ્લા કેટલાક સમયમાં ઘણી જાયન્ટ કંપનીઓએ છટણી પણ કરી છે. આ ઉપરાંત એક્સપર્ટ કહી રહ્યા છે કે અમેરિકા મંદી તરફ આગળ વધી રહ્યું છે જેણે અમેરિકનો જ નહીં પરંતુ વિશ્વને પણ ચિંતામાં મૂકી દીધું છે. તેવામાં જેપી મોર્ગન ચેઝ (ત્નઁસ્ર્ખ્તિટ્ઠહ ઝ્રરટ્ઠજી)ના ઝ્રઈર્ંનું કહેવું છે કે અમેરિકાનું આર્થિક ભાવિ ઘણું જ ખરાબ છે અને તે મંદી કરતાં પણ વધારે ખરાબ છે. ઝ્રઈર્ં ડિમોને જણાવ્યું છે કે, સૌથી ખરાબ પરિણામ સ્ટેગફ્લેશન છે, અને હું તેને ચર્ચામાંથી દૂર નહીં કરું. એટલે કે તેમનું કહેવું છે કે અમેરિકામાં મંદી કરતાં પણ વધારે ખરાબ સ્ટેગફ્લેશનની સ્થિતિ આવી શકે છે. ૬૮ વર્ષીય જેમી ડિમોને ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓફ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સમાં આ વાત જણાવી હતી.

બેન્કરેટ અનુસાર જેપી મોર્ગન ચેઝ યુનાઈટેડ સ્ટેટ્‌સની સૌથી મોટી બેંક છે, જેની સંપત્તિમાં ૩.૪ ટ્રિલિયન ડોલર છે. સ્ટેગફ્લેશન એટલે સ્થગિતતા અને ફુગાવાનો મધ્યભાગ છે. આ એક એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યાં ફુગાવો અને બેરોજગારી વધે ત્યારે આર્થિક વૃદ્ધિ ધીમી પડે છે. સ્ટેગફ્લેશનના આર્થિક પરિણામો નિવૃત્તિ બચતમાં ઘટાડો તેમજ શેરબજારના ક્રેશ થવાનું કારણ બની શકે છે. અમેરિકામાં આવી સ્થિતિ અગાઉ પણ જાેવા મળી હતી. ઈન્વેસ્ટોપીડિયાના જણાવ્યા અનુસાર છેલ્લે ૧૯૭૦ દરમિયાન યુએસમાં આ પ્રકારની પરિસ્થિતિ જાેવા મળી હતી.

જ્યારે ઓગસ્ટમાં ફુગાવો ૨.૫ ટકા પર અપેક્ષા કરતાં ઓછો વધ્યો હતો, ત્યારે ફેડરલ ડેટ માટેનો દ્રષ્ટિકોણ અંધકારમય છે. રાષ્ટ્રીય દેવા પર ઓક્ટોબરમાં વ્યાજની ચૂકવણી હવે મેડિકેર અને નેશનલ ડિફેન્સ બજેટ બંનેના ખર્ચ કરતાં વધી ગઈ છે. રાષ્ટ્રીય દેવું ફુગાવામાં વધારે ફાળો આપી શકે છે. અમેરિકન ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે રાષ્ટ્રીય દેવા પર વ્યાજની ચૂકવણી એક ટ્રિલિયન ડોલરથી વધી ગઈ છે. ડિમોને જણાવ્યું છે કે, તેથી તેને જાેવું અને કહેવું મુશ્કેલ છે કે, 'સારું, અમે આનાથી બહાર છીએ.' મને એવું નથી લાગતું. જ્યારે ફુગાવો લગભગ ઘટીને ફેડના ૨ ટકાના અંતિમ ધ્યેયને આંબી ગયો છે, ત્યારે સોમવારે ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂ યોર્ક દ્વારા શેર કરવામાં આવેલો રિપોર્ટ દર્શાવે છે કે બજાર પર ગ્રાહકોના મંતવ્યો એકંદરે મિશ્ર હતા. અમેરિકનોએ જવાબ આપ્યો છે કે તેઓ અપેક્ષા રાખે છે કે તેમના બંને ખર્ચ પાંચ ટકા વધશે પરંતુ તેમની ઘરગથ્થુ આવકમાં ગત વર્ષ કરતાં માત્ર ૦.૧ ટકા પોઈન્ટનો વધારો થશે. ઝ્રદ્ગમ્ઝ્ર ઓગસ્ટના રિપોર્ટિંગ મુજબ ડિમોનનું માનવું છે કે, સ્ટેગફ્લેશનની ભાવિ સંભાવના લગભગ ૩૫ ટકા છે, એટલે કે મંદીની શક્યતા વધુ છે. જીશ્ઁ ૫૦૦ના ઉછાળા સાથે ઈનલાઈન ત્નઁસ્ર્ખ્તિટ્ઠહનો શેર આ વર્ષે ૧૮ ટકાથી વધુ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકામાં મોંઘવારી વધી ગઈ છે અને મકાનોના ભાવ અને ઊંચા ભાડા - આ બે સમસ્યા મોટી સંખ્યામાં લોકોને પરેશાન કરી રહી છે. એક સરવેમાં લગભગ ૫૦ ટકા લોકોએ કહ્યું છે કે મકાનના ભાડાએ તેમની કમર તોડી નાખી છે. તેમનું કહેવું છે કે તેઓ દર મહિને જે કમાય છે તેમાંથી ૩૦ ટકા રકમ તો હાઉસ રેન્ટ પાછળ જ જતી રહે છે. બાકીના ૭૦ ટકા નાણાંમાં તેમને આખો મહિનો કાઢવો મુશ્કેલ બની જાય છે. અમેરિકન કોમ્યુનિટી સરવેમાં લોકોએ હાઉસિંગ કોસ્ટ વિશે માહિતી આપી છે. તે પ્રમાણે યુએસમાં મકાનની એફોર્ડેબિલિટી એક મોટો ઈશ્યૂ બની ગયો છે. એક કરોડથી વધારે અમેરિકનો પોતાનું ઘર ખરીદવા માગે છે પણ તેમની પાસે એટલી બચત નથી કે ઘર ખરીદી શકે. તેથી તેમણે ભાડાના મકાનમાં રહેવું પડે છે અને ભાડું પણ અત્યંત વધી ગયું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના જણાવ્યા પ્રમાણે જે લોકો તેમની આવકનો ૩૦ ટકાથી વધારે હિસ્સો મકાનના ભાડા પાછળ ખર્ચ કરતા હોય અથવા મકાનની લોન કે બીજા કોઈ પણ હાઉસિંગ કોસ્ટમાં ખર્ચ કરતા હોય તેવા લોકોને ઓવરબર્ડન્ડ ગણવામાં આવે છે. એટલે કે તેઓ મકાનને લગતા બોજમાં દબાઈ ગયા છે. સરવે દર્શાવે છે કે યુએસમાં ૨.૧૦ કરોડ લોકો આ પરિસ્થિતિમાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution