નવીદિલ્હી,તા.૧૨
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ મોટર ઈન્સ્યોરન્સ લેનારા ગ્રાહકોને મોટી રાહત આપી છે. ૈંઇડ્ઢછૈંએ મંગળવારે એક માસ્ટર સર્ક્યુલર જારી કરીને સામાન્ય જીવન વીમા કંપનીઓને વિશેષ સૂચનાઓ આપી છે. આ પરિપત્ર જારી થયા બાદ હવે કંપનીઓ દસ્તાવેજાેની અછત હોવા છતાં ગ્રાહકોના દાવાને નકારી શકશે નહીં.
આ પરિપત્ર દ્વારા, વીમા કંપનીએ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને વધુ સરળ અને વધુ ગ્રાહક કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ, વીમા નિયમનકારે આરોગ્ય વીમા માટે પણ સમાન માસ્ટર પરિપત્ર બહાર પાડ્યો હતો. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ સામાન્ય વીમા કંપનીઓને ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે એક માસ્ટર સર્ક્યુલર પણ જારી કર્યો છે.
ૈંઇડ્ઢછૈં દ્વારા બહાર પાડવામાં આવેલા માસ્ટર સર્ક્યુલર દ્વારા કુલ ૧૩ જૂના પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે. આ બાબતે માહિતી આપતા ૈંઇડ્ઢછૈંએ કહ્યું છે કે આ પરિપત્ર જારી થયા બાદ હવે તે વીમા કંપનીઓને ગ્રાહકોની વ્યક્તિગત જરૂરિયાતોને સમજવામાં મદદ કરશે. આ સાથે કંપનીઓ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર વીમા પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકશે અને ગ્રાહકોને પહેલા કરતા વધુ વિકલ્પો મળશે અને તેનાથી તેમના વીમા અનુભવમાં સુધારો થશે.
ૈંઇડ્ઢછૈં દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે કોઈ પણ મોટર ઈન્સ્યોરન્સનો દાવો દસ્તાવેજાેના અભાવે નકારી શકાશે નહીં. આ સાથે વીમા કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર જરૂરી દસ્તાવેજાેની જ માંગ કરે.
આ સાથે, વીમા નિયમનકારે મોટર વીમો પ્રદાન કરતી કંપનીઓને આરોગ્ય વીમાની તર્જ પર ગ્રાહકને ગ્રાહક માહિતી પત્રક (ઝ્રૈંજી) આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ પત્ર દ્વારા ગ્રાહકોને સરળ શબ્દોમાં પોલિસીની વિગતો જાણવાની તક મળશે. આ દસ્તાવેજમાં, વીમા કંપનીઓ ગ્રાહકોને વીમા કવરેજનો અવકાશ તેમજ એડ ઓન્સ, વીમાની રકમ, શરતો અને વોરંટી, દાવાની પ્રક્રિયા વગેરે જેવી માહિતી પ્રદાન કરશે.
ૈંઇડ્ઢછૈંએ ગ્રાહકો માટે પોલિસી રદ કરવાની અને રિફંડની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે પોલિસીધારકે વીમો રદ કરવાનું કારણ જણાવવું પડશે નહીં. આ માટે, પોલિસીનો સમયગાળો ઓછામાં ઓછો ૧ વર્ષનો હોવો જાેઈએ અને આ સમયગાળા દરમિયાન ગ્રાહકે કોઈપણ પ્રકારનો દાવો ન લીધો હોવો જાેઈએ. એક વર્ષથી વધુની પોલિસી અવધિ માટે પ્રીમિયમ પર રિફંડનો દાવો કરી શકાય છે.
આ સાથે હવે ગ્રાહકો છેતરપિંડી સાબિત થવાના આધારે જ પોલિસી કેન્સલ કરી શકશે. પોલિસી કેન્સલ કરતા પહેલા ગ્રાહકે કંપનીને માત્ર ૭ દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે. આ સાથે વીમા કંપનીઓને પણ કહેવામાં આવ્યું છે કે તમે પે એઝ યુ ડ્રાઇવ અને પે એઝ યુ ગો એઝ યુ ગ્રાહકોને વિકલ્પો આપવા.