આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચ બમણું કરવામાં આવે તેવી સંભાવના



ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર નાગરિકોની વિવિધ જરૂરિયાતો અનુસાર વિવિધ યોજનાઓ લાવે છે. આ સાથે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર તેમના માટે યોજનાઓ પણ લાવે છે, પરંતુ તે ખેડૂત હોય કે સામાન્ય માણસ, સ્વાસ્થ્ય દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી જ ભારત સરકારે જરૂરિયાતમંદોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમના માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. અને હવે સમાચાર આવી રહ્યા છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભ ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા થઈ શકે છે. ચાલો જાણીએ કે આ સંબંધમાં નવીનતમ અપડેટ શું છે.

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. તેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકાર દ્વારા ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ ધારક કોઈપણ ખાનગી અને સરકારી પેનલવાળી હોસ્પિટલમાં આ સ્વાસ્થ્ય વીમાનો લાભ મેળવી શકે છે. દેશના ૧૨ કરોડ લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે આ અંગેના સમાચાર આવી રહ્યા છે કે તેઓ આ યોજના હેઠળ વીમા કવચ ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહ્યા છે. આગામી બજેટમાં પણ આની જાહેરાત થઈ શકે છે.

ભારતનું ૨૦૨૪નું બજેટ આ મહિને ૨૩મી જુલાઈએ રજૂ થવાનું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ બજેટમાં મોટા ર્નિણયો લેવામાં આવી શકે છે. તેથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ ૫ લાખનું વીમા કવચ બમણું કરવામાં આવે તેવી મોટી જાહેરાત થવાની સંભાવના છે. એટલે કે વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ રૂપિયા કરી શકાય છે. જાે કે, હાલમાં તે માત્ર અનુમાન જ કહી શકાય. જ્યાં સુધી બજેટમાં આનો ઉલ્લેખ અને પુષ્ટિ કરવામાં ન આવે.જાે ભારત સરકાર આગામી બજેટમાં આયુષ્યમાન યોજના હેઠળના લાભો બમણો કરે છે તો નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર સરકારી તિજાેરી પર વાર્ષિક ૧૨,૦૭૬ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution