તિરુવનંતપુરમ-
કેરળના આરોગ્ય પ્રધાને કોઝીકોડ વિમાની દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં મદદ કરનારા સ્થાનિક લોકોને કવોરન્ટાઈન થવા જણાવ્યું છે.
આરોગ્યપ્રધાન કે.કે.શૈલજાએ તમામ મુશ્કેલીઓનો સામનો કરી મુસાફરો બચાવવા મદદ કરનારા સ્થાનિક લોકોને સાવચેતીના પગલાં તરીકે કવોરન્ટાઈન થવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ગઈસાંજની દુર્ઘટના બાદ સ્થાનિક એરપોર્ટ સતાવાળાઓ અને પોલીસ સાથે આજુબાજુ રહેતા લોકો મદદે ધસી ગયા હતા.