ઐતિહાસીક લહેરીપુરા ગેટના રીસ્ટોરેશનની કામગીરી તાકીદે કરવા એએસઆઈને સુચના

વડોદરા,તા.૨૨

શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસીક લહેરીપુરા ગેટની છત ૨ દિવસ અગાઉ ભારે વરસાદના કારણે તૂટી પડી હતી. આ ઘટના બાદ ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષે અને આજે મેયર તથા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી તેમજ એ.એસ.આઇના અધિકારીએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.અને ગેટનુ સમારકામ તાત્કાલિક શરૂ કરવા એએસઆઈના અધિકારીઓને સુચના આપી હતી.

લહેરીપુરા ગેટનુ નિરીક્ષણ કર્યા બાદ મેયરે જણાવ્યું હતું કે આ દરવાજાના રિસ્ટોરેશનનું કામ કોર્પોરેશન દ્વારા નહીં પણ એ.એસ.આઇ એ કર્યુ હતું. કોર્પોરેશને વર્ષ ૨૦૧૪-૧૫માં આ કામગીરી એ.એસ.આઇને આપી હતી. અને તે માટે ૭૫ લાખ જમા કરાવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં આ કામગીરી પૂરી થઈ હોય તો તેના કમ્પ્લીશન સર્ટીફીકેટ આપવા પણ જણાવ્યુ હતુ. આ છત કયા કારણથી પડી તેનો ફાઇનલ રિપોર્ટ આપવા એ.એસ.આઈને સૂચના આપી છે ,અને જેમ બને તેમ જલ્દી રિસ્ટોરેશનનું કામ કરવાનું પણ કહ્યું છે. સ્થળ પર આવેલા એ.એસ.આઇના અધિકારી રિપોર્ટ અંગે તેમના ઉપરી અધિકારીને કહેશે તેમ જણાવ્યું હતું.

મેયરના કહેવા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે છતના લાકડાના જાેઈન્ટની કામગીરીમાં ખીલા માર્યા હતા અને ખીલા માર્યા બાદ સપોર્ટમાં લોખંડની પટ્ટીઓ મારવાની હોય છે તે દેખાતી નથી. ખીલાને બદલે મોટા સ્ક્રુનો ઉપયોગ કરવો જાેઈતો હતો. પટ્ટીઓના સાંધા બરાબર ફીટ કર્યા નથી અને ગુણવત્તા જળવાઈ નથી. આ ઉપરાંત ગેટ પર જે કોઈ ખાનગી કેબલ અથવા વાયર હશે તે દૂર કરવાની સૂચના આઆપવામાં આવી છે. દેવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution