દિલ્હી-
કોરોના વાયરસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. દિવસેને દિવસે હજારો લોકો આ રોગની ઝપેટમાં આવી રહ્યા છે. હવે ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
અહેમદ પટેલે આજે જણાવ્યું હતું કે,તેમણે કોરોનાવાયરસ ચેપ અંગે ટેસ્ટ કરાવ્યો હતો આવ્યો છે. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પટેલે તેના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું કે, મને કોવિડ 19 પોઝિટિવ આવ્યો છે." તાજેતરમાં જે લોકો મારી સાથે નજીકના સંપર્કમાં આવ્યા હતા તેને હું સેલ્ફ આઇસોલેશનમાં રહેવા માટે વિનંતી કરું છું."