વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો સરેરાશ ૪.૫૦ ટકા રહેવા ધારણાં


 જુલાઈનો રિટેલ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ કરતા પણ નીચો રહીને ૩.૫૦ ટકા આવ્યો છે પરંતુ એક વખતના આ ઘટાડાને આધારે વ્યાજ દરમાં કપાત થઈ શકે નહીં એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટ કર્યું હતું. જુલાઈમાં જાેવા મળેલો ઘટાડો ઊંચા આંકડાકીય સ્તરને કારણે જાેવા મળ્યો છે.

એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ગવર્નરે જણાવ્યું હતું કે, એક જ વખતના ઘટાડાને ધ્યાનમાં રાખી ર્નિણય લેવાનું ભૂલભરેલુ ગણાશે અને ફુગાવો ઘટીને ચાર ટકા સુધી લાંબા સમય સુધી ટકે તેમ રિઝર્વ બેન્ક ઈચ્છી રહી છે.જુલાઈનો ફુગાવો ઘટી ૩.૫૦ ટકા પર આવી ગયાનો અર્થ એ નથી કે સમશ્યા પૂરી થઈ ગઈ છે. જુલાઈના ફુગાવાનો આંક પાયાની અસરને આધારે આવી પડયો હતો. રિઝર્વ બેન્કે ફેબુ્રઆરી, ૨૦૨૩થી રેપો રેટ ૬.૫૦ ટકા જાળવી રાખ્યો છે. ખાધાખોરાકીના ઊંચા ભાવને કારણે રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવવા તૈયાર નથી. આપણે હજુ થોડીક રાહ જાેવી પડશે હજુ કેટલીક મજલ કાપવાની છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આપણે ફુગાવો નીચે લાવવાનો છે. ખાધાખોરાકીની કિંમતોને દૂર કરી દેવાશે તો લોકોના મનમાં વિશ્વાસ નહીં રહે. રિટેલ ફુગાવાની ગણતરીમાં ખાધાખોરાકીની કિંમત મહત્વનું પાસુ છે. ફુગાવો ઘટી રહ્યો છે અને તે ચાર ટકાના ટાર્ગેટ સુધી પહોંચશે તેનો અમને વિશ્વાસ છે. આમ છતાં વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો સરેરાશ ૪.૫૦ ટકા રહેવા ધારણાં છે. અનિશ્ચિતતાને કારણે આ સ્તરની ધારણાં આવી પડી છે. એક કરતા વધુ વર્ષથી વ્યાજ દર ઊંચો રહ્યો હોવાને કારણે વિકાસનો ભોગ લેવાયો હોવાની શકયતા દાસે નકારી કાઢી છે. વર્તમાન નાણાં વર્ષમાં ૭.૨૦ ટકા સાથે ભારત ઝડપથી વિકસતું રાષ્ટ્ર બની રહેશે. માટે અમારા મતે વિકાસનો ભોગ ઘણો જ ઓછો છે. વિકાસ સ્થિર તથા જળવાઈ રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution