મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો  : મે મહિનામાં મોંઘવારીનો દર ૭.૪ ટકા રહ્યો

નવી દિલ્હી:જથ્થાબંધ બજારની કિંમતો પર આધારિત મોંઘવારીના નવા આંકડા સામે આવી ગયાં છે. એપ્રિલની સરખામણીએ મે ના મહિનામાં આ બમણાંથી વધુ વધ્યાં છે અને ઓવરઓલ ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયાં છે. આગામી સમયમાં શક્ય છે કે જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને રિટેલ બજારમાં જાેવા મળે, ત્યારે જાેવાનું એ રહેશે કે આ વિશે આરબીઆઈ શું ર્નિણય લે છે.

મે મહિનામાં દેશની અંદર જથ્થાબંધ મોંઘવારીનો દર ૨.૬૧ ટકા રહ્યો છે. આ એપ્રિલના ૧.૨૬ ટકાથી લગભગ બમણો વધું છે જ્યારે ગત વર્ષે મે માં દેશની જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી પણ ઓછો એટલે કે નેગેટિવ હતો. આ -૩.૬૧% રહ્યો હતો.સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી વધું મોંઘી શાકભાજીની કિંમતોએ અસર નાખી છે. બટાકા અને ડુંગળી સહિત અન્ય શાકભાજીઓની જથ્થાબંધ કિંમતમાં વધારો જાેવા મળ્યો. શાકભાજીઓનો મોંઘવારી દર મે મહિનામાં ૩૨.૪૨% રહ્યો છે. એપ્રિલમાં આ આંકડો ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર મે માં ૫૮.૦૫ ટકા અને બટાકાનો મોંઘવારી દર ૬૪.૦૫ ટકા રહ્યો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે ડબ્લ્યૂપીઆઈ ઈન્ફ્લેશનના મે ના આંકડા જારી કર્યાં છે. જેમાં ફૂડ ઈન્ફલેશનના આંકડા પણ સામે આવ્યા છે. આંકડા અનુસાર મે માં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર ૯.૮૨ % રહ્યો છે, જ્યારે એપ્રિલમાં આ ૭.૭૪ ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળની કિંમતોમાં જાેવામાં આવી છે. દાળનો મોંઘવારી દર મે માં ૨૧.૯૫ ટકા રહ્યો છે. મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વિજળી સુધીએ સામાન્ય માણસના ખિસ્સા પર અસર નાખી છે. મે મહિનામાં ઈંધણ અને વિજળી સેક્ટરનો મોંઘવારી દર ૧.૩૫% રહ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્‌સની કેટેગરીમાં મોંઘવારી દર ૦.૭૮ ટકા રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution