ગુજરાતમાં વિનાશક પૂર માટે અંધાધૂંધ શહેરી વિકાસ જવાબદાર છેઃ આઈઆઈટી ગાંધીનગરનું સંશોધન 

શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃમૂલ્યાંકન કરવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે ભારતના પશ્ચિમ કિનારે ફરીથી પુર જેવી કુદરતી આફતો વારંવાર આવી જાેવા મળી રહી છે, અને મહદઅંશે તેમાં પ્રાકૃતિક કારણો કરતાં માનવસર્જીત પરિબળો વધારે ભાગ ભજવે છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં આવેલા વિનાશક પુર પછી થયેલા એક સંશોધનમાં સ્પષ્ટ તારણ કાઢવામાં આવ્યું છે કે પુરથી થયેલી તારાજી પાછળ અંધાધુંધ શહેરી વિકાસ જવાબદાર છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ગાંધીનગર(ૈંૈં્‌-ય્દ્ગ)ના સંશોધકોએ જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ ભાગોમાં તાજેતરના પૂરના વિશ્લેષણ દર્શાવે છે કે આ પૂર હવામાન પરિવર્તનના કારણે આવ્યા હતા. પરંતુ તેમાં લોકોના જાનમાલને જે નુકશાન થયું અને મોટાપાયે તારાજી સર્જાઈ તેના માટે અણઘડ અને વિચારહિન શહેરી આયોજન જવાબદાર છે. ચારેકોર આડેધડ શહેરી વિકાસ અને તેમાં પાણીના નિકાલના આયોજનનો અભાવ તેમજ ડ્રેનેજની ખામીઓએ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી છે, એમ તેમણે જણાવ્યું હતું . ૨૦થી ૨૯ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી . વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાતના ૩૩માંથી ૧૨જિલ્લાઓમાં ૨૪ કલાકમાં થયેલો વરસાદ છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા વરસાદ કરતાં વધુ હતો. મોરબી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં એટલો વરસાદ થયો કે છેલ્લા ૫૦ વર્ષમાં પણ નથી થયો. ગુજરાતના અન્ય ૧૭ જિલ્લાઓમાં બે દિવસમાં એટલો વરસાદ થયો જેટલો છેલ્લા ૧૦ વર્ષમાં પણ પડ્યો નથી .

અભ્યાસ સૂચવે છે કે આવું ‘અસાધારણ હવામાન પરિવર્તન’ ભારતના પશ્ચિમ કિનારા પર ફરીથી વારંવાર જાેવા મળે તેવી શક્યતા છે, તેથી શહેરી વિકાસ અને માળખાકીય સુવિધાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની તાત્કાલિક જરૂર છે.

સંશોધનને ટાંકીને, ૈંૈં્‌ ગાંધીનગરની મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રેઝિલિયન્સ લેબોરેટરી(સ્ૈંઇ લેબ) ના સંશોધકોએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં મજબૂત ડિઝાસ્ટર મેનેજમેન્ટ જરૂરી છે જે આત્યંતિક ઘટનાઓની જટિલતાઓને પહોંચી વળે. કારણ કે ઝડપી શહેરીકરણ પ્રાદેશિક અને સ્થાનિક જળવિજ્ઞાનમાં ફેરફાર કરે છે, ડ્રેનેજ સિસ્ટમ્સ પર વધુ દબાણ લાવે છે, તેથી શહેરી વિકાસ વ્યૂહરચનામાં જળવિજ્ઞાનને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે, તેમ સંશોધકોએ જણાવ્યું હતું. ૈંૈં્‌-ય્દ્ગ દ્વારા સંશોધન જણાવે છે કે વડોદરામાં ગયા અઠવાડિયે ભારે પૂર આવ્યું હતું. જાે કે વરસાદ ધાર્યા પ્રમાણે થયો ન હતો, પરંતુ જાે વડોદરામાં પૂરના કારણોની વાત કરીએ તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં આડેધડ શહેરી વિકાસ ઘણો થયો છે. આ કારણે ઉંચાઈનું સ્તર પણ બદલાઈ ગયું છે. ઝડપી શહેરીકરણને કારણે ડ્રેનેજ પેટર્નની પણ ઉપેક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રેનેજ સિસ્ટમમાં અવરોધ પણ મુખ્ય કારણ ગણી શકાય. અભ્યાસ મુજબ, આવી સ્થિતિમાં, બચાવ, રાહત અને સ્થળાંતર કામગીરીની માંગ એટલી બધી વધી જાય છે કે પૂરથી પ્રભાવિત લોકોની જરૂરિયાતોને ઝડપથી પૂરી કરવી પડકારરૂપ બની રહે છે.

અભ્યાસમાં, ૈંૈં્‌ ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું હતું કે ડેટાની મદદથી શહેરી પૂરના કારણોને સંપૂર્ણપણે સમજવું મુશ્કેલ છે, કારણ કે તેની અવધિ ટૂંકી છે. અવારનવાર ભારે વરસાદને કારણે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાને અસર થવાની સંભાવના છે.

અભ્યાસ મુજબ, જ્યારે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહે છે, ત્યારે જમીન વહેલી ભીની થઈ જાય છે. જેના કારણે જમીનની પાણી શોષવાની ક્ષમતા ઘટી જાય છે અને આવી સ્થિતિમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. આનું બીજું મુખ્ય કારણ ડ્રેનેજ સિસ્ટમની ક્ષમતામાં ઘટાડો અથવા તેમની અવરોધ હોઈ શકે છે.

આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ફરીથી ઉદભવે નહીં તે માટે શહેરી વિકાસના આયોજનમાં ધરમુળથી ફેરફાર કરવા પર સરકારે ધ્યાન આપવું જાેઈએ. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution