પ્લાયમાઉથ-
દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડનાં પ્લાયમાઉથ શહેરમાં અંધાધૂંધ ગોળીબારી થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રોઇટર્સ અનુસાર, સશસ્ત્ર વ્યક્તિએ પ્લાયમાઉથ શહેરમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ફાયરિંગમાં છ લોકોનાં મોત થયા છે. પોલીસે હવે કમાન સંભાળી લીધી છે. જાે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલામાં બે મહિલા, ત્રણ પુરુષ અને એક શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું છે. ગોળીબારમાં ઘાયલ થયેલી એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઈંગ્લેન્ડનાં સ્થાનિક સાંસદ જાેની મર્સે લોકોને શાંત રહેવાની વિનંતી કરી છે. તેમણે ટિ્વટર પર જણાવ્યું હતું કે, આ ઘટનાનો આતંક સાથે કોઈ સંબંધ નથી, અને પ્લાયમાઉથનો શંકાસ્પદ પણ ભાગી છુટ્યો નથી. ગૃહમંત્રી પ્રીતિ પટેલે આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી અને કહ્યું હતું કે તેમને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભૂતિ છે. ઘટનામાં શું થયું તે અંગે તેમણે વધુ વિગતો આપી નથી. તેમણે ગોળીબારની ઘટના અંગે ટિ્વટ કર્યું હતું કે મેં ચીફ કોન્સ્ટેબલ સાથે વાત કરી છે અને મારો સંપૂર્ણ સહકાર આપ્યો છે. તેણીએ ટિ્વટ કર્યું, “હું દરેકને શાંત રહેવા વિનંતી કરું છું, પોલીસની સલાહને અનુસરો અને અમારી ઈમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો.” બીજી તરફ પોલીસ દળનાં જણાવ્યા અનુસાર આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પરંતુ કોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ નથી. કારણ કે બંદૂકધારી પહેલા જ મોત થઇ ગયુ છે. પ્લાયમાઉથ મૂર વ્યૂનાં સાંસદ જાેની મર્સરએ અગાઉ કહ્યું હતું કે આ ઘટના આતંક સંબંધિત નથી. સાઉથ વેસ્ટર્ન એમ્બ્યુલન્સ સર્વિસે અગાઉ કહ્યું હતું કે, તેણે એક મહત્વપૂર્ણ સંખ્યામાં સંસાધનોની સાથે એક ઘટનાનો જવાબ આપ્યો હતો, જેમા ખતરનાક વિસ્તાર પ્રતિક્રિયા દળ, અનેક એમ્બ્યુલન્સ, એર એમ્બ્યુલન્સ, કેટલાક ડોકટરો અને વરિષ્ઠ પેરામેડિક્સ સામેલ હતા.