અમેરિકાના મિઝૌરીમાં અંધાધૂંધ ગોળીબાર, એકનું મોત ચાર ઘાયલ

ન્યુયોર્ક-

યુએસ રાજ્યના મિસૌરીમાં 'અમેરિકન લીજન' ક્લબમાં રાતોરાત ગોળીબારમાં એક વ્યક્તિનું મોત અને ચાર અન્ય ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. કેએઆઇટી-ટીવીના અહેવાલ મુજબ શનિવારે બપોરે સાડા બાર વાગ્યે ફાયરિંગની ઘટના બાદ કેનેટમાં 'અમેરિકન લીજન' બિલ્ડિંગની અંદરથી પાંચ વ્યક્તિઓ મળી આવી હતી.

આમાંથી બે લોકોને ગંભીર હાલતમાં મિસૌરીની કેપ ગિઆર્ડો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્તોની સારવાર સ્થાનિક હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. ફાયરિંગના સંબંધમાં તાત્કાલિક ધરપકડ થવાના સમાચાર નથી. પોલીસે સમગ્ર વિસ્તારને આવરી લેતા સર્ચ ઓપરેશન હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution