13, નવેમ્બર 2023
ગાંધીનગર, ગાંધીનગર શહેર અને તેની આસપાસ ના વિસ્તાર માં ઘટાદાર વૃક્ષો છેલ્લા ત્રણ વર્ષમાં કાપવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા માં પણ વૃક્ષો કપાવવા મુદ્દે પુછાયેલા પ્રશ્ન માં સરકારે જવાબ આપતા કહ્યું હતું કે ૧૫ હજાર વૃક્ષો કપાયા છે. પાણી પૂરવઠા, ગટર, હાઈવે તથા મેટ્રો ના કામ માં વૃક્ષો કપાઈ રહ્યા છે. ગાંધીનગર ના ચરેડી માત્ર પણ આવા જ એક પ્રોજેક્ટ જેમાં બાયોટેક્નિકલ રીસર્ચ સેંટર ના નામે ૧૪ એકર માં રહેલા વૃક્ષો કાપવાન ર્નિણય કરવામાં આવ્યો છે જેનો પ્રકૃતિ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓએ ચરેડી માં વૃક્ષોના નિકંદન ને લઈ હવે અભિયાન શરૂ કરવામાં આવ્યું થશે જેમાં પ્રકૃતિ પ્રેમીઓ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. સરકાર ફ્લોરા ફોનાનો સાયન્ટિફિક રીસર્ચ કર્યા બાદ વૃક્ષ છેદન બાબતે સરકાર ફેર વિચારણા કરે તેવી માંગણી કરી છે. વૃક્ષોના છેદનના કારણે પાટનગર ગાંધીનગર ગ્રીન સીટી ની ઓળખ દૂર થતી જતી હોય તેવું લાગી રહ્યું છે.