દિલ્હી-
કોરોના વાયરસ સામેની જંગમાં ગરીબ દેશોને લાખોની સંખ્યામાં વેક્સીન આપવા માટે ભારતની આખા દેશમાં પ્રસંશા થઇ રહી છે. છતાંપણ, ઘણા સમૃદ્ધ દેશો તેમના નાગરિકો માટે રસીનો સંગ્રહ કરી રહ્યા છે. પાડોશી દેશોને કોરોના વાયરસ રસી આપ્યા બાદ હવે ભારત કેરેબિયન દેશોને રસી આપી રહ્યું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, કેરોબિયન દેશો કોરોના સાથેના યુદ્ધમાં પાછળ રહી ગયા હતા, પરંતુ ભારત તરફથી રસીના સપ્લાયથી તેમને ટેકો મળ્યો છે. ભારત સરકારે તાજેતરમાં પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, સેશેલ્સ અને માલદીવમાં રસી સપ્લાય કરી છે.
અથવા વેચી છે. ભારતમાં બનેલી રસી ચીની રસીની તુલનામાં અન્ય દેશોને વિકલ્પ પૂરા પાડે છે. બેઇજિંગ તેની રસી સમગ્ર વિશ્વમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો અને આફ્રિકા ટાપુના કુલ ૪૯ દેશોમાં વેક્સીન સપ્લાય કરવાની યોજના બનાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે, આ વેક્સીન ગરીબ દેશોમાં મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વેક્સીન ડિપ્લોમસી અંતર્ગત ભારતે અત્યાર સુધી દુનિયામાં વેક્સીનના ૨૨.૯ મિલિયન રસી આપી છે, જેમાંથી ૬૪ લાખથી વધુ ગરીબ દેશોમાં ગિફ્ટ તરીકે વહેંચી છે. ભારત બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોમાં પહેલેથી જ વેક્સીન ઉપલબ્ધ કરાવી ચૂક્યું છે. આ ઉપરાંત ગુરૂવારે તેણે ડોમિનિયન રિપબ્લિકનના મંત્રી રકૈલ પૈનાએ કહ્યું હતું કે, ભારતે તેમના દેશને કોરોનાની ૩૦ હજાર રસી ભેટ આપી છે. આ રીતે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભારતે બારબાડોસને ૧૦ હજાર ટીકા આપ્યા હતા. તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે ભારતે બે લાખથી વધુ વેક્સીન આપવાનો વાયદો કર્યો છે. આ જ કારણ છે કે, સમગ્ર દુનિયા ભારતની વેક્સીન ડિપ્લોસમીની પ્રસંશા થઇ રહી છે. દુનિયાના અનેક દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ભારતની વેક્સીન ડિપ્લોમસીની ચર્ચા થઈ રહી છે. વોલ સ્ટ્રીટ જનરલના પત્રકાર એરિક બેલમને પોતાની ટ્વીટમાં કહ્યું કે, વેક્સીન ડિપ્લોમસીની રેસમાં ભારતે સૌને ચોંકાવી દીધા છે. તેમજ વૈશ્વિક લીડર બનીને ઉભર્યું છે. તેમણે આગળ લખ્યું કે, ભારત પોતાના નાગરિકો માટે નક્કી કરવામાં આવેલ વેક્સીનની સંખ્યાની સરખામણીમાં ત્રણ ગણા વધુ ટીકા દુનિયાભરના દેશોને આપી રહ્યું છે. એટલુ જ નહિ હજી પણ આપી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું કે, ભારતની વેક્સીન ડિપ્લોમસીએ ચીનને કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાના રિપોર્ટમાં ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે, ભારત બેમિલાસ વેક્સીન નિર્માતા દેશ છે. જે પોતાના પાડોશી અને ગરીબ દેશોને કરોડો વેક્સીન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.