ભારતની અગ્રણી ટેક્નોલોજી કંપની ઝોહોના સહ-સ્થાપક રાધા વેમ્બુએ આ વર્ષે કમાલ કરી છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ માં, તેણીને દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા તરીકે બતાવવામાં આવી છે. રાધા વેમ્બુની કુલ સંપત્તિ ૪૭,૫૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નાયકાની ફાલ્ગુની નાયર આ યાદીમાં બીજા સ્થાને છે, જેની સંપત્તિ ૩૨,૨૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. છિૈજંટ્ઠ નેટવર્ક્સના ઝ્રઈર્ં જયશ્રી ઉલ્લાલરૂ. ૩૨,૧૦૦ કરોડની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
આ યાદીમાં તે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમણે પોતાના દમ પર સંપત્તિ બનાવી છે. તેને આ સંપત્તિ વારસામાં મળી નથી. ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુની બહેન રાધા વેમ્બુને લાઇમલાઇટમાં આવવું પસંદ નથી. રાધા વેમ્બુ ઝોહોના સૌથી વધુ શેર ધરાવે છે. ફોર્બ્સની યાદી અનુસાર ભારતના સૌથી અમીરોની યાદીમાં શ્રીધર વેમ્બુ ૫૫મા નંબરે છે. રાધા વેમ્બુને ભારતની સૌથી સફળ મહિલા બિઝનેસમેન માનવામાં આવે છે. આ યાદીમાં જુહી ચાવલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની કુલ સંપત્તિ ૪૬૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
લેન્સકાર્ટ(ન્ીહજાટ્ઠિં)ની કો-ફાઉન્ડર નેહા બંસલને પણ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તેમની સાથે, બાયોકોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉને બાયોટેકનોલોજી અને ફાર્મા ઉદ્યોગમાં તેમના યોગદાન માટે સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય કન્ફ્લુઅન્ટના કો-ફાઉન્ડર નેહા નારખેડે અને પરિવાર અને પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા કે નૂયીને પણ સ્થાન મળ્યું છે. આ છે દેશની ટોપ ૧૦ સેલ્ફ-મેડ અબજાેપતિ મહિલાઓ,રાધા વેમ્બુ - રૂ ૪૭૫૦૦ કરોડ,ફાલ્ગુની નાયર – રૂ. ૩૨૨૦૦ કરોડ (નાયકા),જયશ્રી ઉલ્લાલ - રૂ. ૩૨૧૦૦ કરોડ (એરિસ્ટા નેટવર્ક્સ),કિરણ મઝુમદાર શો - રૂ. ૨૯૦૦૦ કરોડ (બાયોકોન),નેહા નારખેડે - રૂ ૪૯૦૦ કરોડ (કોન્ફ્લએન્ટ),જુહી ચાવલા – રૂ. ૪૬૦૦ કરોડ (નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ),ઇન્દિરા કે નૂયી - રૂ. ૩૯૦૦ કરોડ (પેપ્સિકો),નેહા બંસલ - રૂ. ૩૧૦૦ કરોડ (લેન્સકાર્ટ),દેવીતા રાજકુમાર સરાફ – રૂ. ૩૦૦૦ કરોડ (યુવી ટેક્નોલોજીસ),કવિતા સુબ્રમણ્યમ – રૂ. ૨૭૦૦ કરોડ (અપસ્ટોક્સ).