અફઘાનિસ્તાન લોકો સાથે ભારતના સબંધો ઐતિહાસિક: એસ જયશંકર

દિલ્હી-

અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હવે ભારત સરકારે ત્યાં શરુ કરેલા હજારો કરોડો રુપિયાના પ્રોજેક્ટ પર જાેખમ સર્જાયુ છે.ચીન અને પાકિસ્તાન તો તાલિબાન સરકારને માન્યતા આપી ચુકયા છે ત્યારે ભારત શું વલણ અપનાવશે તેના સવાલના જવાબમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, અફગાન લોકો સાથે ભારતના સબંધો ઐતિહાસિક છે અને તે ચાલુ જ છે.અત્યારે શરુઆતના દિવસો છે અને અમારુ ધ્યાન તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા પર છે.અમે કાબુલમાં બદલાઈ રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.તાલિબાન અને તેના પ્રતિનિધિઓ કાબુલમાં છે ત્યારે તેમની સાથે વાત કરવી પડશે. જાેકે ભારત , અમેરિકા અ્‌ને ચીન સહિતના ૧૨ દેશો પહેલા જ જાહેર કરી ચુક્યા છે કે, અફઘાનિસ્તાનમાં બળપૂવર્ક સત્તા મેળવવા માંગતી સરકારને માન્યતા આપવામાં નહીં આવે.આ પહેલા પણ ભારતે તાલિબાનની મુલ્લા ઉમરના નેતૃત્વવાળી સરકારને માન્યતા આપવામાં આવી નથી.જાેકે આ વખતે જાણકારોનો એક વર્ગ એવુ માની રહ્યો છે કે, ભારત પોતાના આ પ્રકારના વલણ પર ફરી વિચારણા કરી શકે છે.દુનિયાના ઘણા દેશોને એ વાતનો ડર લાગી રહ્યો છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનના કારણે આ દેશ ફરી આતંકી સંગઠનોનો અડ્ડો બની જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution