અલમતી
દેશના ટોચના ગ્રીકો કુસ્તીબાજ સુનિલ કુમાર પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ તે શુક્રવારે અહીંના એશિયન ક્વોલિફાયરની સેમિફાઇનલમાં હારી ગયા બાદ અન્ય ચાર ભારતીય સાથે ટોક્યો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ ગયો હતો. આ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચેલા ફક્ત કુસ્તીબાજને ટોક્યો ર્ંઙ્મઅદ્બॅલિમ્પિક્સનો ક્વોટા મળશે અને પાંચેય ભારતીયો અંતિમ ચાર તબક્કામાં હારી ગયા હતા અને ટૂર્નામેન્ટના શરૂઆતના દિવસે આ તક ગુમાવ્યો હતો.
એશિયન ચેમ્પિયન સુનિલે ૮૭ કિગ્રા વજન વર્ગમાં આ અભિયાનની શરૂઆત કિર્ગીસ્તાનના સુખરોબ અબ્દુલખાયેવ સામે ૭-૦થી જીત સાથે કરી હતી પરંતુ સેમિ-ફાઇનલમાં સ્થાનિક ખેલાડી નૂરસુલ્તન તુર્સાનોવ સામે ૫-૯થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતના કોઈપણ ગ્રીકો રોમન કુસ્તીબાજએ ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક રમતો માટે ક્વોલિફાય કરી નથી પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રણ ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજો (પુરુષો) બજરંગ પુનિયા (૬૫ કિગ્રા), રવિ દહિયા (૫૭ કિગ્રા) અને દીપક પૂનિયા (૮૬ કિગ્રા) કટ હાંસલ કરી છે. વિનેશ ફોગાટ એકમાત્ર ભારતીય મહિલા રેસલર છે જેણે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.
જ્ઞાનેન્દ્ર (૬૦ કિગ્રા), આશુ (૬૭ કિગ્રા), ગુરપ્રીત સિંઘ (૭૭ કિગ્રા) અને નવીન (૧૩૦ કિગ્રા) એ પોતપોતાની સેમિફાઇનલ હારી હતી, પરંતુ હવે તે બ્રોન્ઝ મેડલ માટે ટકરાશે. બ્રોન્ઝ મેડલ માટે જ્ઞાનેન્દ્રનો સામનો કોરિયાના હંજા ચુંગ સાથે થશે, આશુનો સામનો તાજિકિસ્તાનના ચેરોઝ ઓચિલોવ અને ગુરપ્રીત પેલેસ્ટાઇનના રબી કેએ ખલીલ સામે થશે. રવિ (૯૭ કિગ્રા) ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો પરંતુ તે કાંસ્ય ચંદ્રક પ્લે-ઓફમાં પહોંચ્યો હતો જ્યાં તેનો સામનો કોરિયાના સિઓલ લી સાથે થશે. મહિલા સ્પર્ધાઓ શનિવારે યોજાશે જ્યારે પુરુષની ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ્સ રવિવારે યોજાશે.