ભારતની જનરેશન ડ પરંપરાગત બિઝનેસ મોડલ્સને બદલવામાં મોટી ભૂમિકા ભારતની જનરેશન z પરંપરાગત બિઝનેસ મોડલ્સને બદલવામાં મોટી ભૂમિકા


ભારતની જનરેશન ડ પરંપરાગત બિઝનેસ મોડલ્સને બદલવામાં મોટી ભૂમિકા નિભાવી રહી છે. આ જનરેશન માત્ર ૧૦ મિનિટની અંદર કરિયાણાની ડિલિવરીથી લઈને ડાયરેક્ટ-ટુ- બ્રાન્ડસના ૧૯૯૬થી ૨૦૧૦ની વચ્ચે જન્મેલા જનરેશન ડ અથવા તો જેનઝીના યુવાનોનો શેર સૌથી વધુ છે. આ માહિતી બર્નસ્ટેઈનના રિપોર્ટમાં સામે આવી છે. આ જનરેશન શોપિંગ હોય કે, ડેટિંગ એપ 'સ્વાઈપ, અપ' કરવું વધારે પસંદ કરે છે.વિશ્વની વસતીના ૨૦ ટકા જનરેશન ડ ભારતમાં રહે છે. ભારતની કુલ વસ્તીમાંથી ૨૭ ટકા જનરેશન ડ છે. સોશિયલ મીડિયામાં ખરીદી હોય કે, રિક્ષા-બાઈક-ટેક્સી બુક કરાવવાની હોય કે પછી ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાનું હોય આ જનરેશન તેમાં સૌથી આગળ છે. મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવતી આ જનરેશનના કારણે જ ન્યૂ એજ ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ્‌સના માર્કેટમાં ગ્રોથ જાેવા મળી રહ્યો છે.

રિપોર્ટ મુજબ, જનરેશન ડ મોબાઈલ પર દરરોજ ૪.૭ કલાક સમય ગાળે છે. જેમાંથી, ૭૩ ટકા પરંપરાગત રિટેલ શોપિંગની જગ્યાએ ડિજિટલ શોપિંગ તરફ વળ્યા છે. તેમાંના મોટાભાગના અઠવાડિયામાં ૧.૬ કલાક સમય ઓનલાઈન શોપિંગ સાઈટ્‌સ પર વિતાવે છે. મિલેનિયલ્સની (૧૯૮૧-૧૯૯૬ની વચ્ચે જન્મેલા લોકો) પહેલી પસંદ ઈ-કોર્મસ અને મલ્ટિપ્લેક્સ છે. જનરેશન ડની પસંદ ક્વિક કોમર્સ, ફૂડ ડિલિવરી અને ડીટુસી બ્રાન્ડ્‌સ છે.

જે બ્રાન્ડ્‌સ ખાલી ઓનલાઈન જ ઉપલબ્ધ છે તેવી ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડ્‌સના કુલ ટ્રાફિકમાં ૩૦ થી ૩૫ ટકા ટ્રાફિક જનરેશન ડનો છે. આ કંપનીઝ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ અને યુટ્યુબમાં શોટ્‌ર્સના માઘ્યમથી આ જનરેશનને આકર્ષવામાં સફળ થઈ રહી છે. જનરેશન ડની શોપિંગ ટ્રેન્ડ ખાસ કંપનીઝને ફાયદો પહોંચાડી રહી છે. જેમાં ડિજિટલ ફર્સ્ટ અને વિશાળ કન્ઝ્‌યુમર બેઝને ટારગેટ કરનારી કંપનીઝનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution