ભારતની પ્રથમ કોરોના દર્દી દોઢ વર્ષ બાદ ફરી થઇ સંક્રમિત, યુવતીનું RT-PCR ટેસ્ટ પોઝિટિવ 

તિરુવનંતપુરમ્‌-

દેશની પહેલી કોરોના દર્દી ફરીથી કોરોના સંક્રમિત થઈ છે. ઉલ્લેખનીય છે કે દેશનો પહેલો કોરોના પોઝિટવ કેસ એક મેડિકલ સ્ટુડન્ટનો હતો, જે જાન્યુઆરી ૨૦૨૦માં ચીનના વુહાનથી ત્રિશૂર પોતાના ઘરે આવી હતી. મંગળવારના રિપોર્ટ અનુસાર, દોઢ વર્ષ પછી ફરી એકવાર તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ત્રિશૂરના ડીએમઓ ડોક્ટર કે.જે.રીનાએ જણાવ્યું કે, તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ છે અને એન્ટીજન નેગેટિવ છે. તેને કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે દિલ્હી જવા માંગતી હતી જેના કારણે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો. તેનો કોરોના ટેસ્ટ પોઝિટવ આવવાને કારણે તમામ લોકો ચોંકી ગયા હતા.આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણકે લક્ષણો ઘણાં ઓછા છે. વુહાનથી પાછી ફર્યા પછી આ વિદ્યાર્થિની પાછી નહોતી ગઈ. તે પોતાના ઘરેથી જ ઓનલાઈન ક્લાસ લેતી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ વુહાન યુનિવર્સિટીની મેડિકલ સ્ટુડન્ટ કોરોના સંક્રમિત મળી હતી. તે ભારતની પ્રથમ કોરોના દર્દી હતી. આ યુવતી સેમેસ્ટર હોલિડેને લીધે પોતાના ઘરે આવી હતી. તે સમયે થ્રિસુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લગભગ ત્રણ સપ્તાહ સુધી સારવાર બાદ સંક્રમિત યુવતીના બે ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા, જે બાદ તેને ૨૦ ફેબ્રુઆરીએ ડિસ્ચાર્જ કરાઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution