ટોક્યો -
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ગોલ્ડ મેડલનું ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતું ભારતની મહિલા શૂટર અવની લેખારાએ ખોલ્યું છે, જેમણે 10 મીટર એર સ્ટેન્ડિંગમાં પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બનાવીને દેશ માટે સુવર્ણ વિજય નોંધાવ્યો હતો. ભારતની અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. છેલ્લો પાંચમો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ હતો અને ત્રણ ભારતીય રમતવીરો મેડલ જીતવામાં સફળ રહ્યા.આ સિવાય ભારતના યોગેશ કથુનિયા ડિસક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અવની લેખારાએ ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા, જે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં નવો રેકોર્ડ છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કઠિન સ્પર્ધા આપવામાં આવી હતી. પરંતુ પછી તેણે તેમના સંપૂર્ણ લક્ષ્ય સાથે તેમને હાર આપી હતી. ચીની મહિલા શૂટર ઝાંગ 248.9 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી અને સિલ્વર મેડલ જીત્યો. અવનીને અભિનંદન આપતા, પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું, "ખુબ જ સારૂ પ્રદર્શન અવની લેખારા! તમારા મહેનતુ સ્વભાવ અને શૂટિંગ પ્રત્યેના જુસ્સાને કારણે તે શક્ય બન્યું, ગોલ્ડ જીતવા બદલ અભિનંદન."