દિલ્હી-
સીમા વિવાદને લઇને ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદમા હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. ભારતીય એજન્સીઓ ન્છઝ્ર પર ચીનની વાયુસેનાની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્ય્š છે. ભારતીય દળ કોઈ પણ મુશ્કેલ સ્થિતિનો જવાબ આપવા માટે તૈયાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેના શિનજિયાંગ અને તિબ્બટ ક્ષેત્રમા ચીનની વાયુ સેનાના હોતાન, ગર ગુંસા, કાશગાર, હોપિંગ, કોંકા જાંગ, લિંઝી અને પંગત એરબેઝ પર નજીકથી નજર રાખી રહ્ય્š છે. આ તમામ એરબેઝ વર્તમાનમાં ઘણા સક્રિય છે.
ચીનની વાયુ સેના આ એરબેઝને સારી સ્થિતિમા બનાવવાનુ કામ કરી રહી છે. ત્યાં મજબૂત શેલ્ટર બનાવવામા આવ્યા છે. રનવેની લંબાઇ વધારવામા આવી છે અને કેટલાય કામને પૂર્ણ કરવા માટે સૈનિક દળને તૈનાત કરવામા આવ્યા છે.
ઉત્તર-પૂર્વી રાજ્યોની સામે આવેલી લિંઝી એરબેઝ ખાસ હેલિકોપ્ટર બેઝ છે પરંતુ ચીનએ અહિંયાથી ભારતીય રાજ્યો પર પોતાની નજર રાખવા માટે આ હેલિપેડ નેટવર્ક તૈયાર કર્યુ છે.
ચીનની વાયુસેનાએ લદ્દાખ સેક્ટરની પાસે પોતાના લડાકુ વિમાનોને તૈનાત કર્યા છે. એમા સુખોઇ-૩૦ના ચીની હથિયારો અને જે-સિરીઝએ લડાકુ વિમાનનો પણ સમાવેશ થાય છે. જાે કે, ભારતીય એજન્સીઓ સેટેલાઇટ અને બીજા માધ્યમોએ આના પર ખાસ અને સતત નજર રાખી રહ્યા છે.
ચીનની તરફથી સૈન્ય ગતિવિધિઓને વધવાના જવાબમા ભારતે પણ આ સ્થાનો પર પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ભારતએ પોતાના સુખોઇ-૩૦ એમકેઆઇ, મિગ-૨૯ અને મિરાજ-૨૦૦૦ ફાઈટર પ્લેન કોઇ પણ પરિસ્થિતિથી લડવા માટે પોતાના ફોરવર્ડ એરબેઝ પર તૈનાત કર્યા છે.