બોક્સિંગમાં ભારતનું અભિયાન સમાપ્ત લવલિના બોર્ગોહેને ક્વાર્ટર ફાઈનલમાં હારી


પેરિસ:ભારતીય મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને મહિલાઓની ૫૭ કિગ્રાની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચીનની લી ક્વાન સાથે ટક્કર આપી હતી. આ મેચમાં લવલીનાને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. તેને ચીનની ખેલાડીના હાથે ૪-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતાઓ આ વખતે ખાલી હાથ પરત ફર્યા છે. આ મેચમાં ૧૪૦ કરોડ દેશવાસીઓ ઈચ્છતા હતા કે લવલીના જીતશે અને ભારત માટે મેડલ લાવશે પરંતુ તે તેમ કરી શકી નહીં અને ૧-૪થી હારી ગઈ. આ મેચમાં ૫ જજે ૨૮, ૨૮, ૨૯, ૨૮, ૨૭ પોઈન્ટ આપ્યા હતા. જ્યારે તેની પ્રતિસ્પર્ધી લી ક્વાનને તમામ જજ તરફથી ૨૯, ૨૯, ૨૮, ૨૯, ૩૦ પોઈન્ટ મળ્યા હતા. લોવનીનાએ તેના તમામ રાઉન્ડમાં ૧૪૦ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે ક્વીનને તમામ નિર્ણાયકોમાંથી ૧૪૫ પોઈન્ટ મળ્યા હતા અને તે સેમિ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution