દિલ્હી-
હજ માટે જતા ભારતીય મુસ્લિમ નાગરિકોની તમામ અરજીઓ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હજ સમિતિને ટાંકીને માહિતી આપી છે. હજ સમિતિએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સાઉદી અરેબિયા તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને કારણે માત્ર સાઉદી નાગરિકો જ હજ કરી શકશે. તે પણ મર્યાદિત સંખ્યામાં. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય હજ રદ કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના આ નિર્ણય બાદ ભારતની હજ સમિતિએ હજ 2021 માટેની તમામ અરજીઓ રદ કરી દીધી છે.