યુક્રેન સામે રશિયન સેનામાંથી યુદ્ધ લડી રહેલા ભારતીયો જલ્દી વતન પરત આવશે

રશિયા:વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કોરોના બાદ પ્રથમ વખત મોસ્કો ગયા છે. બંને વચ્ચેની આ બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કહ્યું કે ભારતીયો જલદી જ દેશમાં પરત ફરશે.

અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય નાગરિકોને રશિયન સેના સાથે યુક્રેન સામે લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીયોને છેતરપિંડીથી સરહદ પર સુરક્ષા સહાયક તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે એક એજન્ટે માહિતી આપી હતી કે નવેમ્બર ૨૦૨૩થી લગભગ ૧૮ ભારતીયો રશિયા-યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution