રાજસ્થાનના જાેધપુરમાં પ્રથમવાર ભારતીય રાફેલે પ્રદર્શન કર્યું

જોધપુર-

રાજસ્થાનના જાેધપુરમાં ગુરુવારે (21 જાન્યુઆરી)એ પહેલીવાર ભારતીય રાફેલે પ્રદર્શન કર્યું હતું. ભારત-ફ્રાન્સની એરફોર્સનો સંયુક્ત યુદ્ધભ્યાસ (જેઝર્ટ નાઈટ-21) 20 જાન્યુઆરીથી શરૂ થયો છે. જે 24 જાન્યુઆરી સુધી ચાલશે. સૌથી પહેલાં બંને દેશોના રાફેલ જેટે ઉડાન ભરી. ત્યારપછી સુખોઈ અને મિરાઝે પણ આકાશમાં પ્રદર્શન દેખાડ્યું હતું. જાેધપુરમાં આકાશ ચોખ્ખું હોવાથી પણ બંને દેશોના પાયલટને ફાયદો થયો હતો.

મોડી રાતે યુદ્ધાભ્યાસની રણનીતિ તૈયાર કરવામાં આવી બંને દેશોના રાફેલ ફાઈટર્સ સહિત અન્ય વિમાનો બુધવારે જ જાેધપુર પહોંચી ગયા હતા. પહેલાં દિવસે બંને ટીમોએ એકબીજાનું ઈન્ડ્રોક્શન કર્યું. ત્યારપછી મોડી રાત સુધી વોર રૂમમાં યુદ્ધભ્યાસની રણનીતિ તૈયાર કરી. ગુરુવારે સવારે બંને ટીમ સંપૂર્ણ તૈયારી સાથે એરબેઝ પર આવી ગઈ હતી. સૌથી પહેલાં ફ્રાન્સના રાફેલે ઉડાન ભરી હતી. ત્યારપછી તો ઘણાં વિમાનો આકાશમાં છવાઈ ગયા હતા.

જાેધપુરથી પાકિસ્તાનની સીમા વચ્ચે ચાલ્યો યુદ્ધભ્યાસ઼ યુદ્ધભ્યાસ જાેધપુરથી પાકિસ્તાનની સીમા વચ્ચે કરાયો હતો. આકાશમાં પહોંચતા જ બંને ટીમો અલગ-અલગ ફોર્મેશનમાં આવી ગઈ હતી. ત્યારપછી એક બીજાને માત આપીને એરસ્પેસમાં ઘુસવાનું શરૂ કરવામાં આવ્યું. બંનેમાંથી ટીમમાંથી એક હુમલાવાર અને બીજી રક્ષાત્મક હતી. હુમલાવાર ટીમે વિપક્ષી ટીમની સુરક્ષા તોડીને અંદર પ્રવેશ કરીને આક્રમણ કરવાનું હતું.

બંને ટીમોએ હવામાંથી હવામાં એક-બીજાના વિમાન પર ડમી મિસાઈલો છોડી હતી. હુમલાવાર ટીમે આ મિસાઈલના હુમલાથી બચીને આગળ વધવાનું હોય છે. અંદાજે દોઢ કલાક સુધી આકાશમાં એકબીજાની ક્ષમતાની ઓળખ કર્યા પછી દરેક ફાઈટર્સ એરબેઝ પર પરત ફર્યા હતા. નીચે ઉતરતા જ દરેક પાયલટ વોર રૂમ પહોંચ્યા હતા. ત્યાં તેમની ઉડાનના દરેક લેખા-જાેખા લઈને એક્સપટ્‌ર્સ ઉભા હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution