પ્રિ-મેચ્યોર ડિલિવરી કરાવવા ભારતીય સગર્ભાઓની પડાપડી


વોશિંગ્ટન:અમેરિકામાં ૨૦ ફેબ્રુઆરી પહેલા બાળકને જન્મ આપવાની રેસ ચાલી રહી છે. ભારતીય મૂળના ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું કે તેમને આવા ૨૦ કોલ આવ્યા છે, જેમાં ગર્ભવતી મહિલાઓ પ્રિમેચ્યોર ડિલિવરી માટે સી-સેક્શન સર્જરી કરાવવા માગે છે. હકીકતમાં પદના શપથ લીધા બાદ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જારી કરીને જન્મજાત નાગરિકતાના અધિકારને ખતમ કરવાનો ર્નિણય લીધો છે. આવી સ્થિતિમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ અથવા અમેરિકામાં જન્મેલા વિઝા પર રહેતા લોકોના બાળકો નાગરિકતા મેળવી શકશે નહીં. ટ્રમ્પે આ આદેશને લાગુ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા ૧૯મી ફેબ્રુઆરીએ પૂરી થઈ રહી છે. આ જ કારણ છે કે ઘણી સગર્ભા સ્ત્રીઓ ૨૦ ફેબ્રુઆરી પહેલા બાળકને જન્મ આપવા માગે છે. ટ્રમ્પે સોમવારે પદના શપથ લીધા બાદ નાગરિકતા સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે સોમવારે પદના શપથ લીધા બાદ નાગરિકતા સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પની જાહેરાત બાદ સમયની પહેલા બાળકને જન્મ આપવાના કેસમાં વધારો થયો રિપોર્ટ અનુસાર, ઘણી ભારતીય મહિલાઓ ૨૦ ફેબ્રુઆરી પહેલા આઠમા કે નવમા મહિનામાં સંતાન પ્રાપ્ત કરવા માગે છે. ન્યુ જર્સીના ડો.એસ.ડી. રામાએ કહ્યું કે ટ્રમ્પની જાહેરાત બાદ આવા મામલાઓમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે મહિલા સાતમા મહિનામાં જ ડિલિવરી ઈચ્છે છે. આ માટે તેઓ તેમના પતિ સાથે આવી હતી અને ડિલિવરીની તારીખ પૂછે છે. ટેક્સાસના ગાયનેકોલોજિસ્ટ ડો. એસ.જી. મુક્કાલાએ સમયની પહેલા જન્મથી થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પ્રિમેચ્યોર બેબી થવું શક્ય છે, પરંતુ તેનાથી માતા અને બાળક માટે જાેખમ ઘણું વધી જાય છે. તેમણે કહ્યું કે સમય પહેલા ડિલિવરી થવાથી અવિકસિત ફેફસાં, નર્વસ સિસ્ટમને નુકસાન, બાળકોમાં ઓછું વજન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution