રાનકુવા, શ્રી બી.એલ.પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા શાળાના વિદ્યાર્થીઓમાં હિંમત,અનુશાસન, શિસ્ત અને દેશભરના જગાડી સશસ્ત્ર દળો માં જાેડાવવાની પ્રેરણા મળે તે હેતુથી વર્ષ ૨૦૧૭ થી એન.સી.સી નેવી કાર્યરત છે.૪ ડિસેમ્બર ૧૯૭૧ ના યુદ્ધમાં ઓપરેશન ટ્રાયડેટ દ્વારા ભારતીય નૌસેનાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૪ ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ની ઉજવણી થાય છે. શાળાના આચાર્ય સંજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન વેબીનાર નું આયોજન થયું હતું.વેબીનારમા ૮૦ એન.સી.સી કેડેટ જાેડાયા હતા. સી.ટી.ઓ-સ્વાતિબેન પાટિલ દ્વારા શૈક્ષણિક કારકિર્દીમાં એન.સી.સી પ્રમાણપત્ર નું મહત્વ બતાવવામાં આવ્યું હતું. એસોસિએટ એનસીસી પ્રોફેસર શ્રી પરેશ.પી. દેસાઈએ ભારતીય નૌસેનાનો ઇતિહાસ અને તેમાં યુવાનોની કારકિર્દી આ બાબતે પી.પી.ટી પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. નૌસેના દિવસની ઉજવણીના ભાગરૂપે એન.સી.સી કેડેટ દ્વારા સોશિયલ મીડિયામાં રાષ્ટ્રભક્તિ વંદના સાથે ના પોસ્ટર મૂકવામાં આવ્યા હતા. અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એન.સી.સી કેડેટ ની પ્રવૃત્તિ આશીર્વાદરૂપ છે. તેમ નવગુજરાત નેવલ યુનીટ નવસારીના કમાન્ડિંગ ઓફિસર વિશાલ નાયરે જણાવ્યું હતું. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત ભાઈ ચૌધરીએ ટીમ રાનકુવા ને અભિનંદન પાઠવ્યા હતા.