ભારતીય બજાર નવી નવી હાઈ સપાટીએ ઃ બજારમાં ખરીદી કરવી કે કરેક્શન આવે તેની રાહ જાેવી


મુંબઈ,તા.૫

ભારતીય બજાર નવી નવી હાઈ સપાટી બનાવતું જાય છે ત્યારે બજારમાં ખરીદી કરવી કે કરેક્શન આવે તેની રાહ જાેવી તે સવાલ છે. એક્સપર્ટ કહે છે કે બજાર રેકોર્ડ લેવલ પર હોય ત્યારે ખરીદી કરવામાં ઘણાને બીક લાગે છે, પરંતુ હકીકતમાં આવા સમયે જ ખરીદી કરવી જાેઈએ. અત્યારે પણ લાર્જ કેપ્સમાં બાઈંગ કરી શકાય.લોકસભાની ચૂંટણીના પરિણામો પછી અપેક્ષા મુજબ જ શેરબજારમાં જાેરદાર તેજી છે અને સેન્સેક્સ રોજ નવી હાઈ સપાટી બનાવતો જાય છે. આવી સ્થિતિમાં રોકાણકારે શું કરવું? અત્યારે કોઈ પણ જાેખમ લીધા વગર બેઠા રહેવું કે પછી કરેક્શન આવે તેની રાહ જાેવી? બજારમાં કરેક્શન આવે ત્યારે લોકો જેટલા રૂપિયા ગુમાવે છે તેના કરતા કરેક્શનની રાહ જાેતા રહેવામાં વધુ રુપિયા ગુમાવે છે. એટલે કે વધુ પડતી સાવધાની ખતરનાક સાબિત થઈ શકે છે.

બજારના પાછલા દેખાવને જુઓ તો ઘણી વાત સ્પષ્ટ થશે. જ્યારે જ્યારે સેન્સેક્સે કોઈ માઈલસ્ટોન બનાવ્યું, પછી તે ૫૦ હજાર હોય કે ૭૫, ૦૦૦ હોય. તે વખતે ઘણા લાગ્યું હતું કે હવે બહુ થઈ ગયું. બજાર આનાથી ઉપર નહીં જાય અને કરેક્શન આવશે. પરંતુ હકીકતમાં બજાર જ્યારે ટોપ પર જાય ત્યારે જ ખરીદીની તક હતી. અને મોટા ભાગનાએ તે તક ગુમાવી દીધી છે. રેકોર્ડ સાબિત કરે છે કે તમે અગાઉ હાઈ લેવલ પર ખરીદી કરી હોત તો પણ અત્યાર સુધીમાં ડબલ ફિગરમાં રિટર્ન મળી ગયું હોત. છેલ્લા ૮ વર્ષથી દર વર્ષે કમસે કમ એક વખત નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવે છે. ૨૦૨૪માં પણ સેન્સેક્સે ૨૫ વખત નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. બજાર રેકોર્ડ લેવલ પર હોય ત્યારે ખરીદી કરવામાં ઘણાને બીક લાગે છે પરંતુ જાે તમે વેઈટ કરવાનું ચાલુ રાખ્યું હશે તો બજારમાંથી કમાણીની તક પણ ગુમાવી દીધી હશે. બજાર ટોપ પર હોય ત્યારે પણ ખરીદીની તક હોય જ છે.

સેન્સેક્સ ૭૦ હજારથી ૮૦ હજાર સુધી પહોંચે, એટલે કે આ ૧૦ હજાર પોઈન્ટના ઉછાળામાં ૧૪.૪ ટકાનો ગ્રોથ થાય છે. સેન્સેક્સ ૮૦ હજારથી ૯૦ હજાર થાય તો તે ૧૨.૫ ટકાનો ઉછાળો હોય છે. તેથી બજાર કોઈ પણ તબક્કે હોય, તમારે ખરીદી ચાલુ રાખવી જાેઈએ. હવે સવાલ એ છે કે માર્કેટમાં અત્યારે ખરીદી કરવી હોય તો શેમાં ખરીદી કરવી. હાલમાં લાર્જકેપ શેરોના વેલ્યુએશન વધુ ફેવરેબલ છે. કારણ કે મિડ કેપ અને સ્મોલકેપ શેર તેની લોંગ ટર્મ એવરેજ કરતા ઘણા આગળ નીકળી ગયા છે. હાલમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરવાના બદલે ઓછામાં ઓછા પાંચ વર્ષના ગાળાને ધ્યાનમાં રાખીને ઈન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ અપાય છે. સ્ટોકના ભાવને એકદમ અલગ રીતે ન જાેવા જાેઈએ કારણ કે તે કંપનીની ફ્યુચરની કમાણી અને નફા સાથે સંકળાયેલા હોય છે. જે કંપનીઓ એફિસિયન્ટ રીતે મેનેજ થતી હોય તેઓ સેન્સેક્સ કરતા વધુ સારું રિટર્ન આપતી હોય છે. ઈકોનોમીમાં જ્યારે ડિમાન્ડ વધતી જાય ત્યારે વેલ પ્લાન્ડ કંપનીઓની નફાકારતા વધારે ઊંચી હોય છે અને તેના શેરના ભાવ પણ ઝડપથી વધતા હોય છે. ચાલુ વર્ષમાં સેન્સેક્સ કરતા એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સની કંપનીઓએ વધુ સારું પરફોર્મન્સ કર્યું છે. હાલમાં જે રેલી છે તેને ફંડામેન્ટલ સપોર્ટ મળેલો છે જે સૌથી મહત્ત્વની વાત છે. આપણે જાે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૭ ટકા જીડીપી ગ્રોથ પ્રાપ્ત કરીએ તો છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે આપણો ગ્રોથ ૭ ટકા થશે. તેથી બીજા બધા દેશો કરતા ભારતનો ગ્રોથ રેટ ઉંચો આવશે. કોર્પોરેટ અર્નિંગના આંકડા પણ સારા છે. હવે અમેરિકન ઈલેક્શનના કેવા પરિણામો આવે છે તેના પર બજારનો આધાર રહેશે કારણ કે જાે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર થઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution