પેરિસ:ભારતીય પુરુષ હોકી ટીમને પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે રમાયેલી પૂલ-બીની તેની છેલ્લી ગ્રૂપ સ્ટેજની મેચમાં વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમ દ્વારા ભારતને ૨-૧થી હરાવ્યું હતું. બેલ્જિયમ તરફથી થિબ્યુ સ્ટોકબ્રોક્સ (૩૩મી મિનિટ) અને જાેન-જ્હોન ડોહમેન (૪૪મી મિનિટ)એ ગોલ કર્યા હતા. ભારત તરફથી એકમાત્ર ગોલ અભિષેકે ૧૮મી મિનિટે કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમની આ પ્રથમ હાર છે. ટોક્યો ૨૦૨૦ બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમે પેરિસમાં તેની છેલ્લી ૩ મેચમાંથી ૨ જીતી છે. સ્ટાર ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમે ન્યૂઝીલેન્ડને ૩-૨થી હરાવ્યું હતું.આયર્લેન્ડ સામે ૨-૦થી જીત મેળવી હતી. તેણે આજેર્ન્ટિના સામે ૧-૧થી ડ્રો રમ્યો હતો. બેલ્જિયમ સામેની મેચમાં ભારત હાફ ટાઇમ સુધી ૧-૦થી આગળ હતું. ભારતના સ્ટાર ફોરવર્ડ અભિષેકે પ્રથમ હાફમાં ૧૮મી મિનિટે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. જાેકે ભારત પોતાની લીડ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્રી(૩૩’) અને જ્હોન-જ્હોન ડોહમેનએ ગોલ કરીને બેલ્જિયમને ભારતથી ૨-૧થી આગળ કરી દીધું હોવાથી મેચ ભારતથી દૂર થઈ ગઈ હતી. ભારત ગ્રુપ બીમાં ટોપ ૪માં રહેશે. ભારત ઉપરાંત બેલ્જિયમે પણ મેન્સ હોકી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.