પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ની તૈયારી માટે ભારત સરકારે ૪૭૦ કરોડ રૂપિયા ખચ્ર્યા

નવી દિલ્હી:હવે લગભગ પૂરો થવાની તૈયારીમાં છે. ભારત અત્યાર સુધી ૬ મેડલ જીતી શક્યું છે જેમાં એક સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકની તૈયારી માટે ભારત સરકારે ૪૭૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આંકડાઓ પ્રમાણે ભારત સરકારે સૌથી વધારે રૂપિયા એથ્લેટિકસની તૈયારી પાછળ ખર્ચ્યા હતા. જેમાં ભારતને ૧ જ મેડલ મળ્યો છે. તે પણ ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો. નીરજ જેવલીન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય એથ્લેટિકસની ઇવેન્ટ્‌સમાં ભારત અંદાજ પ્રમાણે દેખાવ કરી શક્યું નથી. એટલું જ નહીં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બેડમિન્ટન અને બોક્સિંગમાં પણ મેડલ્સ મળ્યા હતા. આ વખતે ભારતે આ રમતો પાછળ સૌથી વધારે રૂપિયા ખર્ચ્યા હોવા છતાં બંનેમાં ભારતને નિરાશા સાંપડી હતી.

એથ્લેટિકસ બાદ બેડમિન્ટનની તૈયારીમાં સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું હતું. ૭૨.૦૨ કરોડ રૂપિયા ખર્ચાયા હોવા છતાં ભારતને બેડમિન્ટનમાં એકપણ મેડલ મળ્યો નહોતો. ટોક્યો ઓલિમ્પિક વખતે ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ સિવાય ભારતે બોક્સિંગની તૈયારી પાછળ ૬૦.૯૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેમ છતાં ભારતને આ સ્પોર્ટમાં પણ એકપણ મેડલ મળ્યો નહોતો. ટોક્યો ઓલિમ્પિક વખતે મહિલા બોક્સર લવલીના બોરગોહેન બ્રોન્ઝ મેડલ જીતી હતી. ભારતે શૂટિંગની તૈયારી પાછળ ૬૦.૪૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જેમાં ભારતને ૩ મેડલ મળ્યા હતા. ભારત માટે મનુ ભાકર, સરબજાેત સિંહ અને સ્વપ્નિલ કુસાલેએ ૩ બ્રોન્ઝ મેડલ અપાવ્યા હતા. આ સિવાય હોકીમાં ૪૧.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાં પુરુષોની હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જાે કે આ સિવાય તીરંદાજી અને ટેબલ ટેનિસમાં ભારતને મેડલની આશા હતી પરંતુ ભારત આ ઇવેન્ટ્‌સમાં પણ એકપણ મેડલ જીતી શક્યું નહોતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution