અબુધાબીમાં શેખ અબ્દુલ્લાને મળ્યા ભારતીય વિદેશ પ્રધાન, દ્વિપક્ષીય આર્થિક મુદ્દાઓને લઈને કરી ચર્ચા

અબુધાબી-

ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે અબુધાબી પહોંચીને શેખ અબદુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનની મુલાકાત લીધી હતી. બન્ને વચ્ચે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય આર્થિક સહયોગ અને પારસ્પરિક તેમજ ક્ષેત્રીય હિતો અંગોના મુદ્દા પર ચર્ચા થઈ હતી. એસ. જયશંકર આ અગાઉ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 25 અને 26 નવેમ્બરના રોજ UAEના પ્રવાસે ગયા હતા. જ્યાં શેખ અબદુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEનું નિમંત્રણ મળતા 18 એપ્રિલના રોજ અબુધાબી જશે. જ્યાં તેઓ આર્થિક સહયોગ અને સામુદાયિક કલ્યાણ અંગે વાતચીત કરશે. રસપ્રદ બાબત એ છે કે, વિદેશ પ્રધાન એસ. જયશંકરના UAE પ્રવાસ વખતે જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશ પણ UAEની 3 દિવસીય મુલાકાતે છે. અહેવાલો મુજબ, UAE પાડોશી દેશો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે મધ્યસ્થી કરીને સંવાદ યોજે તેવું ચર્ચાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution