ભારતનો ખેડુત અરબોપતિનો માત્ર ગુલામ બનીને રહી જશે: પ્રિયંકા ગાંધી વાડ્રા

દિલ્હી-

દેશભરના ખેડુતોએ કૃષિ બીલોનો વિરોધ કરવા ભારત બંધનું એલાન આપ્યું છે. પંજાબ અને હરિયાણા સહિતના અન્યત્ર તેની અસર દેખાઇ રહી છે, છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ પણ ખેડૂત બિલ મુદ્દે સરકારને ઘેરી લેવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસએ ભારત બંધમાં ખેડુતો અને મજૂરો સાથે ઉભા રહેવા હાકલ કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે.

પ્રિયંકા ગાંધીએ શુક્રવારે પોતાના ટ્વિટમાં લખ્યું છે - "એમએસપી ખેડૂતો પાસેથી છીનવી લેવામાં આવશે. તેઓ કરાર ખેતી દ્વારા અરબપતિઓના ગુલામ બનવાની ફરજ પાડવામાં આવશે. ન તો તેમને કિંમત મળશે ન સન્માન. ખેડૂત પોતાના ખેતરમાં મજૂર બનશે. ભાજપના કૃષિ બિલ રાજની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની યાદ અપાવે છે. અમે આ અન્યાયને મંજૂરી આપીશું નહીં. "



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution