દિલ્હી-
સાઉદી અરબ અને ભારત ટૂંક સમયમાં જ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ કરવા જઇ રહ્યું છે. આ અત્યાર સુધીના ઇતિહાસમાં આ બંને દેશોની વચ્ચે પહેલો યુદ્ધાભ્યાસ હશે. આજથી પહેલાં સાઉદી અરબ પોતાની સેનાને યુદ્ધની બારીકાઇ શીખવા માટે પાકિસ્તાન અને અમેરિકાના ભરોસે રહેતું હતું. પરંતુ મોદી સરકારની વિદેશ નીતિ અને તાજેતરમાં ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમએમ નરવણેની રિયાદ યાત્રા બાદ સાઉદી અરબની વિદેશ નીતિમાં મોટો બદલાવ દેખાઇ રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર આ યુદ્ધાભ્યાસ સાઉદી અરબમાં આયોજીત કરાશે. તેના માટે ભારતીય સેનાનોનો એક પક્ષ થોડાંક મહિનામાં સાઉદી અરબના પ્રવાસ પર જઇ શકે છે. આ યુદ્ધાભ્યાસથી માત્ર સાઉદી અરબની સેનાની તાકાતમાં વધારો થશે, પરંતુ ખાડીના દેશોમાં રણનીતિક સ્થિતિમાં પણ મોટો ફેરફાર થશે.
ગયા વર્ષના અંતિમ મહિનામાં ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે યુએઇ અને સાઉદી અરબના ઐતિહાસિક પ્રવાસ પર પહોંચ્યા હતા. આ બારતના કોઇપણ સેના પ્રમુખની મુલાકાત કરી. પરંતુ અહીંના મોટા પાયાના કેટલાંય નેતાઓની સાથે પણ બેઠકો પણ કરી હતી. તેના લીધે જ સાઉદી અરબે ભારતની સાથે યુદ્ધાભ્યાસ કરવાનો ર્નિણય લીધો છે.
સાઉદી અરબના ભારત સાથે સૈન્ય સંબંધ વધતા પાકિસ્તાન માટે તગડો ઝાટકો છે. અત્યાર સુધી પાકિસ્તાન પોતાની સેનાની લાલચ આપીને જ સાઉદી અરબ પાસેથી ખેરાત મેળવતું હતું. પરંતુ ગયા વર્ષે કાશ્મીરને લઇ પ્રિન્સ સલમાનની આલોચના કરતાં પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. સાઉદીને મનાવવા પહોંચેલા પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને પણ પ્રિન્સને મળ્યા વગર ખાલી હાથ આવું પડ્યું હતું.