ભારતીય તીરંદાજ દીપિકા કુમારીને ક્વાર્ટર ફાઇનલમાં કોરિયન ખેલાડીએ ૬-૪થી હરાવી


પેરિસ:ભારતીય તીરંદાજ દીપિકા કુમારી પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી અને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી અને ક્વાર્ટર ફાઇનલમાંથી જ બહાર થઈ ગઈ હતી. દીપિકા કુમારીને ક્વાર્ટર ફાઈનલ મેચમાં કોરિયાની નામ સુહ્યોન સામે ૪-૬થી હાર આપી હતી. આ સાથે દીપિકાનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થઈ ગયું છે.દીપિકા કુમારી સેમિફાઈનલમાં પ્રવેશવાની તકમાંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ ગેમમાં દીપિકાએ પહેલો શોટ ૯ પર, બીજાે ૧૦ પર અને ત્રીજાે ૯ પર માર્યો હતો.જ્યારે તેના પ્રતિસ્પર્ધીએ ૧૦ પર પ્રથમ, ૮ પર બીજાે અને ૮ પર ત્રીજાે શોટ માર્યો હતો. દીપિકાએ આ ગેમ ૨૮-૨૬થી જીતી હતી. બીજી ગેમમાં કોરિયન ખેલાડીએ પહેલો શોટ ૯, બીજાે શોટ ૯ અને ત્રીજાે શોટ ૮ માર્યો હતો. દીપિકાએ પહેલો શોટ ૧૦, બીજાે શોટ ૬ અને ત્રીજાે શોટ ૮ માર્યો અને ૨૮-૨૫થી હારી ગઈ. ત્રીજી ગેમમાં દીપિકાએ પહેલો શોટ ૧૦, બીજાે શોટ ૯ અને ત્રીજાે શોટ ૧૦ કર્યો હતો. જ્યારે કોરિયન ખેલાડીએ પહેલો શોટ ૧૦, બીજાે શોટ ૧૦ અને ત્રીજાે શોટ ૯ માર્યો હતો. દીપિકાએ ૨૯-૨૮થી ગેમ જીતી લીધી હતી. ચોથી ગેમમાં કોરિયન ખેલાડીએ પહેલો શોટ ૧૦, બીજાે શોટ ૯ અને ત્રીજાે શોટ ૧૦ લીધો હતો. તો દીપિકા કુમારે પહેલો શોટ ૧૦, બીજાે શોટ ૭ અને ત્રીજાે શોટ ૧૦ લીધો હતો. આ સાથે દીપિકાએ આ સેટ ૨૭-૨૯થી ગુમાવ્યો હતો, પાંચમી ગેમમાં દીપિકા કુમારે પ્રથમ શોટ ૯, બીજાે શોટ ૯ અને ત્રીજાે શોટ ૯થી ફટકાર્યો હતો. કોરિયન ખેલાડીએ પહેલો શોટ ૧૦, બીજાે શોટ ૯ અને ત્રીજાે શોટ ૧૦ કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution