ભારતીય તીરંદાજ દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં : ભજન કૌર બહાર


પેરિસ: ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ શનિવારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં તેની એલિમિનેશન રાઉન્ડની મેચ 1/8થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દીપિકાએ જર્મનીની મિશેલ ક્રોપેનને 6-4થી હરાવીને મેડલ તરફ વધુ એક પગલું ભર્યું હતું અને 30 વર્ષની દીપિકાએ પહેલો સેટ 27-24થી જીતી લીધો હતો, જ્યારે તેની હરીફ પ્રથમ પ્રયાસમાં માત્ર છ પોઈન્ટ બનાવી શકી હતી. બીજો સેટ ડ્રોમાં સમાપ્ત થયો કારણ કે બંને તીરંદાજોએ 27 રન બનાવ્યા હતા. આ પછી દીપિકાએ ત્રીજો સેટ 26-25થી જીત્યો હતો, પરંતુ ક્રોપેને શાનદાર વાપસી કરી હતી અને ચોથો સેટ 29-27થી જીતી લીધો હતો. જો કે, ભારતની અનુભવી તીરંદાજે પોતાની જાત પર નિયંત્રણ રાખ્યું અને પાંચમા સેટમાં તેના જર્મન હરીફના 27 પોઈન્ટની બરાબરી કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. આજે જ રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં તેણીનો મુકાબલો કોરિયન તીરંદાજ નમ એસ સામે થશે, બીજી તરફ, શૂટઆઉટમાં ભજન કૌર તેની ઇન્ડોનેશિયાની હરીફ સામે હારી ગઈ હતી. ભજન કૌર ઇન્ડોનેશિયાની દયાંદા ચોઇરુનિસા સામે 5-6થી હારી ગઈ, જેણે નિયમિત શૂટિંગ 5-5થી ડ્રો કરી. ભજન કૌર શાનદાર રીતે રમી અને મેચને શૂટ-ઓફ સુધી લઈ ગઈ પરંતુ તે ઈન્ડોનેશિયાની ચારુ નિશા દયા નંદા સામે હારી ગઈ. આ મેચમાં પાંચ સેટ બાદ સ્કોર 5-5ની બરાબરી પર રહ્યો હતો, ત્યારબાદ મેચ શૂટ-ઓફમાં પહોંચી હતી, અહીં ચારુ નિશાએ 9 અને ભજનને 8 શોટ ફટકાર્યા હતા અને આ સાથે જ તે આઉટ થઈ ગઈ હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution